Homeઈન્ટરવલખંભાલિડાની ૧૭૦૦ વર્ષ જૂની બૌદ્ધ ગુફા

ખંભાલિડાની ૧૭૦૦ વર્ષ જૂની બૌદ્ધ ગુફા

તસવીરની આરપાર-ભાટી એન.

ગુજરાતના અમૂલ્ય ઐતિહાસિક શિલ્પ સ્થાપત્યોને ચેતનવંતું કરવા મેગાસ્ટાર ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર મુરબ્બી અમિતાભ બચ્ચન અસ્ખલિત અને અક્ષુણ્ણ જન ચેતના જગાવા ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ એવી શાબ્દિક પંક્તિઓ ટી.વી.ની એડમાં અવારનવાર ગુંજે છે. તેમાં સૌરાષ્ટ્રના ગોંડલ તાલુકાના છેવાડે અને જૂનાગઢ નજીક આવેલ ૧૭૦૦ વર્ષ જૂની બૌદ્ધ ગુફાઓનું જીક્ર કરે છે…?! ખંભાલિડાની ગુફાનો શિલ્પ સ્થાપત્યકલાનો વારસો અતુલ્ય છે…! ૧૭૦૦ વર્ષ પૌરાણિક કલાવારસો કાળની થપાટો સામે ઝઝૂમી રહ્યો છે…! પણ તેને નિરખનાર કોણ…? મુઠ્ઠીભર પ્રવાસન યાત્રી…!! દેશ-વિદેશના હજારો પ્રવાસન યાત્રી આવે છે પણ અમુક ગણ્યાંગાંઠ્યાં જાણીતાં સ્થળો નિરખી જતા રહે છે…! તો વિશ્ર્વની અજાયબી સમાન ખંભાલિડાની બૌદ્ધ ગુફાના વિરલ સંશોધક પુરાતત્ત્વવિદ પી. પી. પંડ્યાએ ઉજાગર કરી તેની વિસ્તૃત કહાની વાંચો.
ગુર્જરધરા ગુજરાતની શોખીન પ્રજા હરવા-ફરવા છેક દૂર દૂર સુધી પહોંચી જાય છે. ત્યારે આપણા સૌરાષ્ટ્રના જ કેટલાંક અમૂલ્ય ઐતિહાસિક વારસા તેમની એક એક નજર માટે તરસી જતા જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં જ આપણી આજુબાજુમાં જોવા અને જાણવાનું એટલું બધું છે કે આપણે કદાચ એટલે દૂર સુધી જવાની જરૂર નથી જોકે હવે જાગૃતતા આવી છે. સિચ્યુએશન ચેન્જ થઈ છે. રોડ- રસ્તા અંતરિયાળ ગામડા સુધી જાય છે…! જેનો લાભ પ્રવાસન યાત્રીને ચોક્કસપણે મળે છે. ખંભાલિડા અંતરિયાળ ગામડું છે… પહેલાં ત્યાં જવા રસ્તો બરાબર ન હોવાના કારણે આ ગુફા ઉજાગર ના થઈને પ્રવાસને આવતા દેશ-વિદેશના પ્રવાસી કલાનો લખલૂંટ ખજાનાથી વંચિત રહેતા આવ્યા હતા. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અને વિરપુરથી ગોંડલ નેશનલ હાઈવે વચ્ચેથી ખંભાલિડા ગામડાના પાધરમાં ૧૭૦૦થી ૧૮૦૦ વર્ષ પૌરાણિક અમૂલ્ય ઐતિહાસિક બૌદ્ધ ગુફાઓ અનન્ય અનુભૂતિ કરાવે છે. ૧૭૦૦ વર્ષ જૂની બૌદ્ધ ગુફાઓ બારિક નકશીકલાથી લચિત પથ્થરો આજે પણ જીવંત બનાવી દે છે. આ વંદનીય ગુફાઓ ૧૯૫૫માં ગુજરાત સરકારના પુરાતત્ત્વ અને મ્યુઝિયમ ખાતાના સુપ્રિન્ટેન્ડન્ટપદે તે સમયે ફરજ બજાવનાર પી. પી. પંડ્યાએ ટાંચાં સાધનોથી કરેલાં સંશોધનોમાં સૌરાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતિનું જતન ઉજાગર કરનાર વતનપ્રેમી પુરાતત્ત્વવિદ્ની અતુલ્ય શોધ તેમણે કરી હતી. ત્યાં સુધી સુષુપ્ત અવસ્થામાં ગાઢ જંગલ વચાળે તેની કોઈ દરકાર લેનાર ન હતું…! પી. પી. પંડ્યાએ આવા ૨૦૦ જેટલાં સ્થળો શોધી કાઢ્યાં હતાં.
ખંભાલિડાની બૌદ્ધ ગુફા અદ્ભુત બેમિશાલ છે. તેનું વર્ણન કરીએ તો ‘ગીર’નું જંગલ હાલે અડાબીડ છે, ત્યાં સાવજ (સિંહ)નું નિવાસસ્થાન છે. તે વર્ષો અગાઉ ગોંડલ સુધી હશે ને જંગલ વચ્ચાળે ખંભાલિડા ગામથી થોડે દૂર જતા ફરતા પહાડો અને વૃક્ષો તેમાંય જો ચોમાસાની ઋતુમાં કુદરતનો નજારો લીલો કુંજાર ભાળવા મળે. ઘટાટોપ વૃક્ષોની ગાળીમાં પહેલા પથ્થરોની ખાણ આગળ જતાં પગથિયાં સાથે વિશાળ ખુલ્લો હોલ પગથિયાં ઊતરી આ ખુલ્લા હોલમાંથી પસાર થઈએ એટલે બૌદ્ધ ગુફાઓ વિરાટકાય આવે. કુદરતી પથ્થરમાંથી કાપેલ ચોરસ- લંબચોરસ જેવા ખવાય ગયેલા કે તૂટી ગયેલાં થોડાં મકાનો જોવા મળે. આજે પણ વિશાળ મોટાં શહેરો મોટી નદીના કિનારે વસેલ છે તેમ આ બૌદ્ધ લોકોની ગુફાઓ પણ પાણીની પૂરતી સગવડને ધ્યાને લઈને બનાવી હશે. ત્યાંથી અમુક નાના સાંકડા પથ્થર વચ્ચેથી હલણ જેવું બોગદું છે…! જેમાંથી આગળ વધીએ એટલે વિશાળ ચોક આવે જે તે સમયે ખુલ્લો હશે. ત્યાંથી આગળ વધતા પુરાતત્ત્વ ખાતાથી રક્ષિત ગુફાઓનો શુભારંભ થાય છે. થોડા આગળ વધો પછી કલાનો ભવ્ય ભંડાર ખજાનો, વિરાટ ડુંગરા જેવડી શિલામાં બેનમૂન ખોદકામ કરી વિશાળ મોટા રૂમ જેવા આકારની ખુલ્લી ગુફાઓ કતાર બંધ જોવા મળે છે. અહીં ત્રણ અલગ પ્રકારની ગુફાઓ છે! વચ્ચેની ગુફાનો નજારો તેની
નકશીકામ યાત્રિકને મોહિત કરી ચકિત કરી નાખે છે. પ્રવેશદ્વારની બંને બાજુ વિશાળ એકજ પથ્થરમાંથી કોતરેલ શિલ્પો ૮થી ૧૦ ફૂટની ઊંચાઈ ધરાવે છે…!
એવું માનવામાં આવે છે કે ગુફાઓ બૌદ્ધ સંપ્રદાયના દિનયાન શાખાના સાધુઓ બનાવેલ હશે. પ્રવેશદ્વારની બંને તરફ દ્વારપાળની કળાકૃતિને ફૂલવેલને નાની નકશી પહાડના ઓરિજનલ પથ્થરમાંથી કોતરેલ છે. જે કલા ભીન્ન પ્રકારની લાગે છે…! બાર સાખ કે બારણા વિનાનું લંબચોરસ પ્રવેશદ્વાર પથ્થરમાંથી બનાવેલ છે. ડાબી બાજુ વિરાટ ગુફાનો ખુલ્લો હોલ લાગે છે ને જમણી તરફ બે લાંબી ગુફાઓમાં થોડી નકશીકામ છે. તો આગળના ભાગે ચોકસાઈ કરેલ પથ્થર લગાડેલ છે. ખરેખર તો આ એક ટેકરી છે તેમાં ઉપરના ભાગે ઊભા હો તો આપણને અહેસાસના થાય કે અહીં નીચે વિરાટ ગુફાઓની કોલોની છે. આ ગુફામાં શીતળતાને ન્યુનતમ પ્રકાશ મળે છે. વરસાદ, ઠંડી, ગરમીમાં કુદરતી સુરક્ષા કવચ મળે છે. બૌદ્ધ સાધુઓ એકાંતમાં યોગધ્યાન કરતા હશે…!
પી. પી. પંડ્યા પુરાતત્ત્વવિદે પોતાની જાત ઘસી નાખી આવા પુરાતન સ્થાપત્યોની શોધ કરી તેમના પુત્ર પરેશભાઈ પંડ્યાએ જયાબહેન ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ આ અલભ્ય ગુફાની જાળવણી થાય તે માટે સતત ચિંતિત રહી સરકાર ગ્રાન્ટ ફાળવે તો ગુફાના વિકાસ માટે પૂરતા પ્રયાસો કરે છે. હું અને પરેશભાઈ પંડ્યા ખંભાલિડાની બૌદ્ધ ગુફા નિહાળી વાહ… વાહ…ના ઉદ્ગારો શરી પડ્યાને કેમ પ્રવાસીને આ ગુફા વિશે પૂરતી માહિતી મળતી નથી કે પ્રચાર- પ્રસારના અભાવે આ ગુફા તરફ આકર્ષતા નથી. એની વે ચાલો નવો પ્રવાસ ગોઠવો તે વેળા ખંભાલિડાની બૌદ્ધ ગુફા અચૂક જોવા જજો.
આલેખન તસવીર: ભાટી એન.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -