ચીનમાં અવારનવાર વિચિત્ર અકસ્માતો બની રહ્યા છે, જેમાં તાજેતરમાં હુનાન પ્રાંતમાં ચાંગશાખા શહેર વિચિત્ર અકસ્માતનો ભોગ બન્યું હતું. અહીંના શહેરના શુચાંગ-ગુઆંગઝુ હાઇવે પર થયેલા વિચિત્ર અકસ્માતમાં 49 વાહન એકબીજા સાથે અથડાયા હતા, અને આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે અન્ય 66 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સ્થાનિક ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
Within 10 minutes, five vehicle collision accidents have occurred on an #expressway in #Hunan province on Saturday. The accidents have left 16 #dead and another 66 injured, according to local #traffic police#China #湖南 #中国 pic.twitter.com/xKu2j38VDL
— Qingfeng coming again and again (@AndQingfeng) February 5, 2023
ચીનના હુનાન પ્રાંતમાં અનેક વાહનોની અથડામણને કારણે 16 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સરકારી સીજીટીએનના ન્યૂઝ પોર્ટલના માધ્યમથી આપવામાં આવેલા અહેવાલ અનુસાર શનિવારે સાંજે હુનાન પ્રાંતના ચાંગશાખા શહેરમાં શુચાંગ-ગુઆંગઝુ હાઇવે પર દસ મિનિટમાં 49 વાહનો અથડાયા હતા.આ અહેવાલમાં સ્થાનિક ટ્રાફિક પોલીસ વિભાગને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે અકસ્માતમાં 16 લોકો મૃત્યુ પામ્યા હતા અને 66 અન્ય લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી આઠની સ્થિતિ ગંભીર છે.
ઇમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલય દ્વારા ઘટના સ્થળે મદદ અને રાહત કામગીરી માટે એક ટીમ ઘટના સ્થળે રવાના કરી હતી. આ અક્સ્માત કઈ રીતે થયો એ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.