થાણેમાં એક મહિનો ૧૫ ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મુંબઈ મહાનગરપાલિકાના ક્ષેત્રને પાણી પુરવઠો કરનારી વોટર ટનલમાં ગળતર થવાને કારણે તેનું સમારકામ ૩૧ માર્ચથી ચાલુ કરવામાં આવવાનું છે. આ સમારકામ દરમિયાન મુંબઈમાં ૩૧ માર્ચથી આગામી ૩૦ દિવસ ૧૫ ટકા પાણીકાપ રહેવાનો છે, એ સાથે જ થાણે મહાનગરપાલિકા ક્ષેત્રમાં પણ મુંબઈ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવતા પાણીપુરવઠાને અસર થવાની છે.
થાણે પાલિકા વિસ્તારમાં પણ એક મહિનો ૧૫ ટકા પાણીકાપ રહેશે. નૌપાડા, ગોખલે રોડ, સ્ટેશન પરિસર, બી. કેબીન, રામ મારુતી માર્ગની ડાબી બાજુનો વિસ્તાર, મહાગિરી, ખારકર આણી, ચેંદણી, ખારટન રોડ, માર્કેટ પરિસર, ટેકડી બંગલા, વીર સાવરકરપથ, સંત ગજાનન મહારાજ મંદિર, પાચપખાડી, નામદેવવાડી, ભક્તિ મંદરિક રોડ, સર્વિસ રોડ, કોપરી કનૈયાનગર, કોપરી ગાવ, ઠાણેકરવાડી, સિંધી કૉલોની, સાંઈનાથનગર, સાંઈનગર, કોળીવાડા, સિડકો, કોપરી (પૂર્વ), આનંદનગર, ગાંધીનગર, કાન્હેવાડી, કેદારેશ્ર્વર, લુઈસવાડી, કાજુવાડી, હાજૂરી ગાવ, રઘુનાથનગર, જિજામાતાનગર, સાંઈનાથનગર, કિસનનગર -૧, ૨,૩, શિવાજી નગર, પડવળનગર, ડિસોઝાવાડી સહિત અંબિકાનગર ૨, જ્ઞાનેશ્ર્વરનગર, જયભવાની નગર, રાજીવ ગાંધી નગર જેવા વિસ્તારનો સમાવેશ થાય છે.