ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ હાલમાં પાકિસ્તાનથી આવેલા અને વર્ષોથી રાજ્યમાં રહેતા હિંદુ લોકોને ભારત દેશની નાગરિકતા અપાવી હતી. તેમને મતદાર કાર્ડ પણ મળી ગયા છે, ત્યારે આગમી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ પહેલીવાર મતદાન કરશે. રાજકોટ જિલામાં આવા કુલ 135 મતદારો છે જે 1લી ડીસેમ્બરના રોજ પહેલીવાર મતદાનના અધિકારનો ઉપયોગ કરશે.
મતદાનને લઈને આ ખુશ લોકો ખુશ છે. હવે તેઓ પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થીઓ તરીકેનું જીવન છોડી શકે છે અને હવે તેઓ ‘પાકિસ્તાની’ કહેવાશે નહીં. તેમાંથી મોટા ભાગના લોકો શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહે છે. નવા બનેલા ભારતીય નાગરીકોના કહ્યા પ્રમાણે “ચૂંટણી કાર્ડ હવે અમારી વાસ્તવિક ઓળખ છે.”
પ્રથમ વખત ભારતની કોઈ ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહેલા હિંદુ શરણાર્થીએ જણાવ્યું હતું કે “ધાર્મિક ઓળખને લીધે અમારા પર થતા અત્યાચારને કારણે હું મારા માતા-પિતા સાથે 2009માં પાકિસ્તાન છોડીને ગુજરાતમાં આવ્યા હતા. ત્યારથી અમે રાજકોટમાં રહીએ છીએ. 12 ઓગસ્ટના રોજ મારા પરિવાર સહીત શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી એ અમારા જીવનની સૌથી ખુશીની ક્ષણ હતી. હવે, અમારી પાસે આધાર કાર્ડ અને અન્ય ભારતીય દસ્તાવેજો છે, અને અમે ખુશ છીએ કે અમે આ વખતે અમારો મત આપી શકીશું.’
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટમાં હજુ પણ 500થી વધુ પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ ભારતીય નાગરિકતા મેળવવાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે નાગરિકતા અધિનિયમમાં સુધારો કર્યો, જે પાકિસ્તાનના લઘુમતીઓને ભારતમાં નાગરિકત્વ મેળવવાની મંજૂરી આપે છે.