(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સોમવારે કોરોનાના ૧૩૧ નવા કેસ નોંધાયા હતા, જેમાં ૧૯ કેસ ૧૬ એપ્રિલના હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. દિવસ દરમિયાન સદ્નસીબે એક પણ મૃત્યુ નોંધાયું નહોતું. જોકે રાજ્યમાં ૫૦૫ નવા દર્દી નોંધાવાની સાથે જ એક દર્દીનું મૃત્યુ નોંધાયું હતું.
સોમવારે કોરોનાના ૧૩૧ કેસ નોંધાયા હતા. એ સાથે જ અત્યાર સુધી કોરોનાના ૧૧,૬૦,૬૮૨ કેસ નોંધાયા હતા. દિવસ દરમિયાન નવા નોંધાયેલા કોરોનાના કેસમાંથી ૧૦૭ દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો જણાયા નહોતા. ૨૪ દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ચાર દર્દીને ઑક્સિજનની જરૂરત પડી હતી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૫ દર્દી કોરોનાથી સાજા થયા હતા. એ સાથે જ અત્યાર સુધી કોરોનાથી સાજા થયેલા દર્દીનો આંકડો ૧૧,૩૯,૨૨૯ થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૩૪૫ ટેસ્ટ થયા હતા. હાલ મુંબઈમાં કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા ૧,૬૯૯ થઈ ગઈ છે. મુંબઈનો રિકવરી રેટ ૯૮.૨ ટકા થઈ ગયો છે.સોમવારે રાજ્યમાં ૫૦૫ નવા કેસ નોંધાયા હતા. એ સાથે જ અત્યાર સુધી રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો ૮૧,૫૬,૩૪૪ થઈ ગયો છે. દિવસ દરમિયાન ૩૩૪ દર્દી કોરોનાથી મુક્ત થયા હતા. એ સાથે જ અત્યાર સુધી સાજા થયેલા દર્દીનો આંકડો ૮૦,૦૧,૭૭૮ થઈ ગયો છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૧૦ ટકા છે. દિવસ દરમિયાન રાજ્યમાં કોરોનાના ૯,૬૧૬ ટેસ્ટ થયા હતા. તેમાંથી ૭૨૭૬ સરકારી લેબોરેટરીમાં અને ૨,૧૮૫ ખાનગી લેબોરેટરીમાં થયા હતા. જ્યારે ૧૫૫ સેલ્ફ ટેસ્ટ થયા હતા. હાલ રાજ્યમાં એક્સબીબી.૧.૧૬ વેરિયન્ટના ૬૮૧ દર્દી છે, તેમાંથી ચાર દર્દીના મોત થયા છે. પહેલી જાન્યુઆરી, ૨૦૨૩થી અત્યાર સુધી ૬૨ કોરોનાના દર્દીના મૃત્યુ થયા છે. તેમાંથી ૭૨.૫૮ દર્દી ૬૦ વર્ષના ઉપરના છે. ઉ