દેશ-વિદેશના પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)પ્રાણી સંગ્રહાલયમાં બે વર્ષમાં બાર પ્રાણીના મોત ગંભીર ઘટના છે. ના પ્રાણી સંગ્રહાલયમાં બે વર્ષમાં બાર પ્રાણીના મોત ગંભીર ઘટના છે. ગુજરાતમાં ચાલી રહેલા વિધાનસબાના શિયાળુ સત્રમા આ માહિતી જાણવા મળી હતી.
કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા વિધાનસભામાં રાજ્ય સરકારને પ્રાણીઓના મોત બાબતે સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં હાલની સ્થિતિએ પ્રાણી સંગ્રાહાલયમાં કેટલાં પ્રાણીઓ છે, તેમ પૂછવામાં આવ્યું હતું અને છેલ્લા બે વર્ષમાં કેટલાં પ્રાણીઓનાં મોત થયાં અને પ્રાણીઓનાં મોત થવાં પાછળનાં કારણો ક્યાં ક્યાં હતાં તે અંગેની વિગતો માગવામાં આવી હતી. ઇમારાન ખેડાવાલાના પ્રશ્નનો રાજ્ય સરકાર દ્વારા ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બે વર્ષમાં મોત થયાં હોય તેવા પ્રાણીઓમાં ઝરખ, વરૂ, ઘડિયાલ, મગર, થામીર હરણ, સન કોનુર, બજરીગર, લવ બર્ડ, સુડો પોપટનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે તમામ પ્રાણીઓના મોત પાછળના કારણો પણ રજૂ કર્યાં હતા. જેમાં અલગ અલગ કારણોસર પ્રાણીઓનો મોત થયાં છે. સરકારે આપેલા મોતના કારણોમાં હાયપોવોલેમિક શોક, રેસ્પોયરેટરી ફેઈલ્યોર, કાર્ડિયેક અરેસ્ટ, હીટ-સ્ટ્રોક, કાર્ડિયો-પલમોનરી અરેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા પ્રાણી સંગ્રાહાલય ખાતે વર્ષ 2022માં લગભગ 940 પ્રાણીઓ હતા. વર્ષ 2023માં નવા 84 જેટલાં પ્રાણીઓ લાવવામાં આવ્યા હતા. આમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અલગ અલગ પ્રજાતિના કુલ 1024 જેટલાં પ્રાણીઓ હોવાનું જાણવા મળ્યું છે.
read this
સિંહ કરતા દીપડો બન્યો વધારે ખુંખારઃ બે વષર્માં ગુજરાતમાં 27ને ફાડી ખાધાhttp://સિંહ કરતા દીપડો બન્યો વધારે ખુંખારઃ બે વષર્માં ગુજરાતમાં 27ને ફાડી ખાધા