શનિવારે સાઉથ આફ્રિકાથી 12 ચિત્તા મધ્યપ્રદેશમાં લાવવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને કવોરેન્ટાઈન કરીને શેઓપૂર જિલ્લાના કુનો નેશનલ પાર્ક (કેએનપી) છોડવામાં આવ્યા. આ 12 ચિત્તામાં 7 નર અને 5 માદાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે 17મી સપ્ટેમ્બર 2022માં નામ્બિયાથી 8 ચિત્તા લાવવામાં આવ્યા હતા અને હવે બીજા સેટમાં વધુ 12 ચિત્તા આવી ગયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ ચિત્તાને ગ્વાલિયર એરબેસ પરથી ઇન્ડિયન એર ફોર્સના હેલિકોપ્ટરમાં કુનો નેશનલ પાર્ક લઇ જવામાં આવ્યા અને ત્યાર બાદ તેમને બાદ સાડા બાર વાગે તેમને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા.
View this post on Instagram
આ ચિત્તા મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રિય પ્રધાન ભૂપેન્દર યાદવના હસ્તે કેએનપીમાં છોડવામાં આવ્યા. કેએનપીના આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ચિત્તા માટે દસ કવોરેન્ટાઈન બૂમ બનાવવામાં આવ્યા છે. એક કવોરેન્ટાઈન બૂમમાં બે ચિત્તા રાખવામાં આવશે તેવી વ્યવસ્થા કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં સાઉથ આફ્રિકાથી કેટલાક અધિકારીઓએ કેએનપીની મુલાકાત લઇ ત્યાંની સુવિધાઓ વિશે તપાસ કરી હતી અને ત્યાર બાદ એમઓયુ સાઇન કરવામાં આવ્યો હતો. અગાઉ નામ્બિયાથી આવેલા 8 ચિત્તા હાલમાં પાર્કના હન્ટિંગ એનક્લોઝરમાં રાખવામાં આવ્યા છે અને ત્યાર બાદ તેમને વાઇલ્ડ લાઇફ સેંકચ્યુયુરીમાં મોકલવામાં આવશે.