આંખના રોગોને ઓળખવા માટે AI એપ વિકસાવી
દુબઇમાં રહેતી કેરળની 11 વર્ષની મલયાલી છોકરી લીના રફીકે, આઇફોનનો ઉપયોગ કરીને એક અનોખી સ્કેનિંગ પદ્ધતિ દ્વારા આંખના રોગો અને અન્ય સ્થિતિઓ શોધવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર આધારિત એપ્લિકેશન બનાવી છે. રફીકે એપ્લિકેશનનું નામ ‘ઓગલર આઈસ્કેન’ રાખ્યું છે અને તેણે 10 વર્ષની ઉંમરે આ એપ્લિકેશન વિકસાવી છે. આ એપ વિકસાવતા તેને છ મહિનાનો સમય લાગ્યો હતો. તેનો દાવો છે કે આ એપ આંખના વિવિધ રોગો અને સ્થિતિઓને શોધી શકે છે.
કેરળની 11 વર્ષની છોકરીનું પરાક્રમ#BREAKING #technology #TechNews #Kerala #LeenaRafeeq #ios #Android #Software #EyeDetect #healthcare #viral #viralvideo
video Source: Leena Rafeeq / LinkedIn
More Info :🔗👉https://t.co/JD6hv7pZHE pic.twitter.com/eX2Ed4pAV9— Mumbai Samachar Official (@Msamachar4u) March 29, 2023
આ AI આધારિત એપ લગભગ 70 ટકા ચોકસાઈથી આંખના રોગોને શોધી શકે છે. લીનાએ જણાવ્યું કે એપલ સ્ટોર ‘ઓગલર આઈસ્કેન’ની સમીક્ષા કરી રહ્યું છે. કદાચ ટૂંક સમયમાં તેને મંજૂરી મળી જશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં આ એપની કામગીરી દર્શાવવામાં આવી છે, જેમાં ઓગલર આઈસ્કેન એપએ આર્કસ, મેલાનોમા, ટેર્જિયમ અને મોતિયાને શોધી કાઢ્યા છે. નોંધનીય છે કે લીનાની નાની બહેન હાના અગાઉ 9 વર્ષની ઉંમરે સ્ટોરી ટેલિંગ એપ ડેવલપ કરીને સૌથી નાની વયની iOS એપ ડેવલપર બનવા માટે વાયરલ થઈ હતી. આ પરાક્રમે એપલના સીઈઓ ટિમ કૂકનું પણ ધ્યાન ખેંચ્યું હતું.