મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની શિવાઈ એસી ઈલેક્ટ્રિક બસ ટૂંક સમયમાં જ નવા અવતારમાં દેખાશે. પર્યાવરણ માટે અનુકૂળ આ બસો ટૂંક સમયમાં જ મહારાષ્ટ્રના મોટાં શહેરોને જોડશે. એમએસઆરટીસીના એમડી શેખર ચન્નેએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે નવી બસો નવી ડિઝાઈન સાથે જોવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર આગામી બે મહિનામાં મુંબઈ અને પુણે વચ્ચે અંદાજે ૧૦૦ નવી ઈલેક્ટ્રિક બસ દોડે એવી સંભાવના છે. આ બસોને કારણે ડીઝલથી દોડતી શિવનેરી બસો નજીકના સમયમાં જ સેવામાંથી નીકળી જશે. આનો અર્થ એ થશે કે શિવાઈ બસો બંને શહેરો વચ્ચેના પ્રવાસીઓને એસી અને શોરરહિત પ્રવાસનો અનુભવ કરાવશે.