Homeટોપ ન્યૂઝ₹ ૫.૩૭ કરોડનું સોનું જપ્ત, છ પકડાયા – બોમ્બે સમાચાર

₹ ૫.૩૭ કરોડનું સોનું જપ્ત, છ પકડાયા – બોમ્બે સમાચાર

[ad_1]





(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર તપાસ દરમિયાન અધિકારીઓ સાથે બાખડ્યા પછી હંગામો મચાવીને સોનાની કથિત દાણચોરી કરવાની આરોપીઓની તરકીબ નિષ્ફળ નીવડી હતી. કસ્ટમ્સ વિભાગે છ આરોપીની ધરપકડ અંદાજે ૫.૩૭ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું.
કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટે (એઆઈયુ) પકડી પાડેલા આરોપીઓની ઓળખ હસન અબ્દેલવહાબ હસન અલી, બદરેલદીન એલગાલી મોહમ્મદ હમઝા, મકાવી અલમીન મોહમ્મદ અલમકી, ઓમર અલી ગડાલ્લા અલહસન, મુસાબ અહમદ મોહમ્મદ અહમદ, ઓમર અલમીન મોહમ્મદ અલમકી તરીકે થઈ હતી. સુદાનના રહેવાસી એવા આરોપી દુબઈથી અમિરેટ ઍરલાઈન્સની ફ્લાઈટમાં શનિવારે મુંબઈ ઍરપોર્ટ પહોંચ્યા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ ઍરપોર્ટ પર શંકાને આધારે આરોપી હસન અલીને રોકવામાં આવ્યો હતો. હસને અધિકારીઓના સવાલના ઉડાઉ જવાબ આપ્યા હતા. વળી, તેના પાંચ સાથીએ એક્ઝિટ ગેટ તરફ છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ રોકી પૂછપરછ કરતાં તેમણે વિવાદ ઊભો કર્યો હતો અને ઉદ્ધત વર્તન કર્યું હતું. એ સિવાય ઝઘડો શરૂ કરી હંગામો મચાવ્યો હતો.
તપાસ દરમિયાન હસન અલીએ પહેરેલો બૅલ્ટ શંકાસ્પદ જણાયો હતો. ખાસ પ્રકારના બનાવાયેલા આ બૅલ્ટમાં સોનું સંતાડવામાં આવ્યું હતું. દાણચોરીથી લવાયેલું અંદાજે ૫.૩૭ કરોડ રૂપિયાના મૂલ્યનું ૧૨ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ જૂથ સાથે આવેલા અન્ય છ સુદાની નાગરિકની ગુનામાં કોઈ સંડોવણી જણાઈ નહોતી. જોકે શંકાને આધારે તેમને ફરી પોતાના દેશ મોકલી દેવાયા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ નવી તરકીબ અજમાવી હતી. સોનું લઈને આવનારા સાથીની તપાસ ચાલતી હોય ત્યારે અધિકારીઓ સાથે વિવાદ ઊભો કરી હંગામો મચાવવાનું તેમણે નક્કી કર્યું હતું. આ ધમાચકડીમાં સોના સાથે તેમનો સાથી ઍરપોર્ટ બહાર નીકળી જાય તેવી યોજના હતી. જોકે આરોપીઓની તરકીબ નિષ્ફળ બનાવાઈ હતી.



Post Views:
77




[ad_2]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -