ગામ દધાલિયાનાં વતની (હાલ મુંબઈ) શ્રી હરિપ્રસાદ નાથાલાલ પુરોહિત, (ઉં. વ. ૮૩) તે ગં.સ્વ. મધુબેનનાં પતિ. સ્વ. દુષ્યંતભાઈ, પીનાકિનભાઈ અને મમતાબેનનાં પિતા. ગં. સ્વ. કવિતાબેન, વંદનાબેન અને પ્રદીપકુમાર ગોરનાં સસરા. રુદ્ર-જાસ્મીન, સિદ્ધાંત, ચૈતન્ય, ઉજાસ, ખનક, કિંજલ અને જયનાં દાદા, તથા દાવડ નિવાસી સ્વ. મૂળશંકર અમથારામ ગોરનાં જમાઈ તા ૧૯-૦૩-૨૩ ને રવિવારે એકલિંગજી શરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા ૨૮-૦૩-૨૦૨૩ મંગળવાર ૪ થી ૬ વનિતા વિશ્રામ હોલ, સર એચ એન રિલાયન્સ હોસ્પિટલ ગેટ નંબર ૬ ની બાજુમાં, ૩૯૨ એસ વી પી રોડ, પ્રાર્થના સમાજ, મુંબઇ ૪૦૦૦૦૪. પિયર પક્ષનું બેસણું પણ સાથે જ રાખેલ છે. સાડલા પ્રથા બંધ છે.
ગામ લકકડપુરા હાલ મુંબઇ જુહૂ ચર્ચના સ્વ. રામજીભાઇ શંકરભાઇ રાજપૂત (ઉં. વ. ૬૩) બુધવાર, તા. ૨૨-૩-૨૩ના દેવલોક પામ્યા છે. વનીતાબેનના પતિ. વિરેન્દ્રભાઇ, ગીરીશભાઇ અને ગૌરીના પિતા. તે વર્ષાબેન અને શૈલેષભાઇના સસરા. પ્રીતિબેનના દાદા. ગં. સ્વ. સુમનબેન મોહનભાઇ સુપતના જમાઇ. તે રેવાબેન, આત્મારામભાઇ, ગંગાબેન, લખુબેન, બાબુભાઇ, છગનભાઇ, દિપકભાઇ અને સંતોષભાઇના ભાઇ. સુતક સુવાળા તા. ૨૭-૩-૨૩ સોમવારે સાંજે ૪થી ૬. તેમના નિવાસસ્થાન: ડી.એન.નગર, ૧૧૦૨-એ, સાંઇનગર, સેવા અને શીવ શક્તિનગર. એસ.આર.એ. સહકારી હાઉસિંગ્સ સોસાયટી, અંધેરી (પશ્ર્ચિમ).
ભાર્ગવ બ્રાહ્મણ / વડનગરા નાગર
મુંબઈ નિવાસી ગં. સ્વ. રોહિણીબહેન જોષી (ઉં. વ. ૮૬) તા.૨૩-૩-૨૦૨૩ના દેવલોક પામ્યા છે. તે સ્વ. જગદીશચંદ્ર નાનાલાલ જોષીના પત્ની. કેતન, નિર્ઝરીના માતુશ્રી. જયના અને હર્ષુલભાઇના સાસુ. અંગત, ઉર્મી, મનનના દાદી /નાની. તનમનબહેન લક્ષ્મીકાંતભાઇ ત્રિવેદીના પુત્રી. બંને પક્ષ તરફથી લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સઇ સુતાર જ્ઞાતિ
મૂળ ગામ પાટી હાલ કાંદિવલી ગં. સ્વ કુમુદબેન તથા સ્વ. મણિલાલ છગનલાલ પરમારના પુત્ર ચિરાગ પરમાર (ઉં. વ. ૩૫) તે ૨૪/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે વિજયાબેન બાબુલાલ પરમારના ભત્રીજા. મયુરી આનંદ સોલંકી તથા કોમલ અમર સોલંકીના ભાઈ. જય અને વૃત્તિના મામા. મોસાળપક્ષે દિનેશ ત્રંબકલાલ સોલંકી અને આરતી અશોક ડાભીના ભાણેજ. તેમનું ટેલિફોનિક બેસણું ૨૭/૩/૨૩ ના ૪ થી ૬.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
ગં. સ્વ. મધુબેન નિરંજન સોનપાર (ઉં. વ. ૬૮) કચ્છ ગામ નખત્રાણા હાલે બોરીવલી તે સ્વ. નિરંજન કૃપાશંકરના ધર્મપત્ની. તે સ્વ. શાંતાબેન કૃપાશંકરના પુત્રવધૂ. તે સ્વ. વેલબાઈ ત્રિકમદાસ ચઠમંધરા કચ્છ ગામ મંગવાનાવાળાની પુત્રી. તે કિરણ, પારસ, ભાવિનની માતા. તે સુનીતાના સાસુ. તે મહેશ અને નિલેશના દાદી તા. ૨૩/૦૩/૨૩ ગુરુવારે મુંબઇ મધ્યે રામશરણ પામ્યાં છે લૌકિક વ્યહવાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઉમરેઠ વિશા ખડાયતા
મુલુંડ નિવાસી સ્વ. કંચનલાલ મણિલાલ શાહના ધર્મપત્ની તે છગનભાઈ તથા વાસંતીબેન શેઠના સુપુત્રી સુશીલાબહેન શાહ (ઉં. વ. ૮૬ ) તા. ૨૩/૩/૨૩ ને ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. અમૂલ, દિલીપ અને જીતેન્દ્રના માતૃશ્રી. તે નીતા, જાગૃતિ અને દીપિકાના સાસુ. તથા નીલ, રિયા, પાર્થ અને આસ્થાના દાદીમા. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ખંભાત દશા મોઢ અડાલજા વણિક
ખંભાત હાલ મુંબઈ કૃષ્ણકાંત (કિશનભાઇ) રતનલાલ શાહ (ઉં. વ.૮૭) તે સ્વ. પન્નાબેનના પતિ. સ્વ. પુષ્પાબેન રતનલાલ શાહના સુપુત્ર. ધવલ-બિંદી, દિપાલી-મિલન, વૈશાલી – નિલેષ, બીજલ – ચેતના તથા ઝરણાં – હિતેનના પિતાશ્રી. ઝારા, હીમા-એડવર્ડ, ઈથન, પ્રિયંકા તથા સ્નેહા-વિરાજના દાદા. સ્વ. મધુભાઈ, ઉષાબેન (સ્મિતાબેન), સ્વ. શર્મિષ્ઠાબેન, નીલાબેન, રેખાબેન તથા મીરાબેનના ભાઈ. સ્વ. હિરાલક્ષ્મી મગનલાલ હાંડીવાલાના જમાઈ તા.૨૨-૩-૨૩ના બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૨૫-૩-૨૩ ના શનિવારે રાખેલ છે. સ્થળ: મંચેરજી જોશી હોલ, ફિરદૌસી રોડ, દાદર પારસી કોલોની, દાદર(ઈસ્ટ), સાંજના ૫ થી ૭ કલાકે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ મહાદેવપુરી કોટડી હાલે મુલુન્ડ સ્વ. ગોપાલજી વીરજી ગણાત્રાના ધર્મપત્ની સ્વ. જયાલક્ષ્મી ગણાત્રા (ઉં.વ. ૮૯) તે સ્વ. જયસિંગભાઇ, સ્વ. અંજલીબેન ગોપાલજી ગણાત્રાના માતોશ્રી. તે સ્વ. પાર્વતીબેન રવજી ચતવાણીના પુત્રી. સ્વ. દમયંતીબેન શિવજીના ભાભી. તે ગં. સ્વ.બાલાબેન કલ્યાણજી, જમનાબેન લીલાધર, મંગળાબેન ભગવાનદાસ, શાંતાબેન ધનીભાઇની બેન. તથા સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. ધીરજભાઇ, સ્વ. વિનોદભાઇ, સ્વ. દિલીપભાઇ જેઠાલાલના કાકાઇબેન. તા. ૨૩-૩-૨૩ના ગુરુવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૧૯૦૧, પિનાકલ બિલ્ડિંગ, ૧૯માં માળે, ડો. આર. પી. રોડ, રાહુલ ટાવરની સામે, મુલુંડ (વેસ્ટ).
સુરતી દશા નાગર વાણિયા
જતીનભાઇ મહાવીરલાલ દીવાન (ઉં.વ. ૮૬) તે પૂર્ણિમાબેન (પન્નાબેન નંદલાલ પારેખ)ના પતિ. તથા જીજ્ઞેશ, રૂપલ-હેમાલી, નિલેશકુમાર અને ક્ધિનરી-યશેશકુમારના પિતા-સસરા તેમ જ યશિત, પંક્તિ, રીતિકાના દાદા-નાના. તે સ્વ. કાનનબેન, પન્નાબેન, સ્વ. રશ્મિકાંત તથા સ્વ. કિર્તીબાલાના ભાઇ. મુંબઇ મુકામે શુક્રવાર તા. ૨૪-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૬-૩-૨૩ના ૫થી ૭. ઠે. વિશ્ર્વકર્મા બાગ, ૧લે માળે, બજાજ રોડ, વિલેપાર્લે (પશ્ર્ચિમ).
કપોળ
અમરેલીવાળા હાલ વાપી સ્વ. ભાગીરથી અમૃતલાલ નારણદાસ પારેખના સુપુત્ર પ્રવીણભાઇ (ઉં.વ.૮૦) તે કલ્પનાબેનના પતિ. ચિરાગ અને ઝરણા મનીષ દોશીના પિતા. અ. સૌ. અસ્મિતા અને મનીષકુમાર ધનેશભાઇ દોશીના સસરા. તે વંશનાં દાદા. મીતના નાના. તે સ્વ. વસંતરાય, સ્વ. ભુપતરાય, સ્વ. નિર્મળાબેન પ્રતાપરાય દોશી, સ્વ. દમંયતીબેન અનંતરાય વળિયાના ભાઇ. તે સ્વ. ગીરધરલાલ વનમાળીદાસ પટેલના ભાણેજ. તા. ૨૫-૩-૨૩ના વાપી ખાતે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
બાલાસિનોર દશાનિમા વણિક
ચંદ્રિકાબેન શિરીષકુમાર કડકિયા (મલમ) (ઉં. વ. ૮૩) તે સ્વ. મણીબેન રમણલાલ કડકિયાના પુત્રવધૂ. સ્વ. જયાબેન ભીખાલાલ પરીખ (રોકડીયા)ના પુત્રી. રિપલ, રીના, રીમાના માતુશ્રી. અમીષી, રાજીવકુમાર, પરેશકુમારના સાસુ. રાશિ તથા અવિકના દાદી. પરીતા, રીષભ, પ્રિયાંશ, રીકીનના નાની. તા. ૨૫-૩-૨૩ના શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
જનક્ષત્રિય
સરંભડા હાલ સાંતાક્રુઝ નિવાસી ઊર્મિલાબેન પરમાર તે વસંતભાઇ કાબાભાઇ પરમારના ધર્મપત્ની. દર્શનભાઇ, જયેશભાઇ તથા દિપ્તીબેનના માતુશ્રી. ભગવતી, કીર્તિ, અશોકભાઇના સાસુ. ખ્યાતિ, વિનિતા, બિજલ, નીધિ, અવધિના દાદીમા. તા. ૨૫-૩-૨૩ના શનિવારના સ્વર્ગવાસી થયા છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૩-૨૩ના સોમવારે સાંજે ૪થી ૬. ઠે. ડાયાભાઇ લાલુભાઇ મેમોરીયલ હોલ, ખીરાનગર, ઇ-બિલ્ડિંગ, સાંતાક્રુઝ (વેસ્ટ).