Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

હાલાઇ ભાટિયા
બેન હેમલતા (હેમી) (ઉં.વ. ૮૮) તે સ્વ. સુંદરબાઇ દ્વારકાદાસની પુત્રી. સ્વ. હરીદાસ ઘેલા દયાળની પૌત્રી. સ્વ. જયસિંહ, સ્વ. કાંતાબેન, સ્વ. ભાનુબેન જયસિંહ મર્ચન્ટ, વિજયસિંહ, હંસરાજ તથા સ્વ. દિનેશના બેન. સ્વ. દ્વારકાદાસ પરસોતમની ભાણેજી તા. ૨૩-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
દેસાઇ સઇ સુતાર
ગામ કુંભણ હાલ ભાંડુપ બાબુભાઇ ભીખાભાઇ સોલંકી (ઉં. વ. ૭૦) તા. ૨૩-૧૧-૨૨ બુધવારના રામચરણ પામેલ છે. તેમની સાદડી તા. ૨૫-૧૧-૨૨ શુક્રવારના સાંજે ૪થી ૬. રમેશભાઇ અશોકભાઇ અનુસુયાબેન, રમાબેન, હંસાબેન, રેખાબેનનાં મોટાભાઇ. લીલીબેન મહેશકુમાર, જયોત્સનાબેન સતીશકુમાર તથા ગીતાબેન રાજેશકુમારના પિતા. રાથળી નિવાસી વનમાળીભાઇ હાવાભાઇ પરમારના જમાઇ. બાબુભાઇ વનમાળીભાઇ, નંદાભાઇ વનમાળીભાઇ, મનસુખભાઇ, જગદીશભાઇ, શાંતીભાઇના બનેવી. બન્ને પક્ષની સાદડી સાથે રાખેલ છે. ઠે. સાંઇ દર્શન બિલ્ડિંગ, ૧લે માળે, વિલેજ રોડ, ભાંડુપ (વેસ્ટ), ઓપ, ભાટિયા હોસ્પિટલ.
૨૫ ગામ ભાટીયા
મયુર દ્વારકાદાસ સરૈયા (ઉં. વ. ૬૬) તે સ્વ. લીલીબેન દ્વારકાદાસ સરૈયાના પુત્ર. તે ચેતનાના પતિ. સ્વ. મોહનલાલ લીલાધર આશરના જમાઇ. જીગિશા પ્રણવ ગાંધી, ઝંખના સંકેત ભાટીયા, પ્રિયા જીગર અને ધ્વનિના પિતા-કાકા તા. ૨૩-૧૧-૨૨ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૬-૧૧-૨૨ના ૪થી ૫.૩૦. ઠે. રોટરી ક્લબ , જુહુ તારા રોડ, સાંતાક્રુઝ, (પશ્ર્ચિમ) મધ્યે રાખેલ છે.
ઔદિચ્ય સહસ્ત્ર ચોખડા બ્રાહ્મણ સમાજ
લક્ષ્મીપુરા હાલ દહીંસર સ્વ. નર્મદાશંકર ગિરજાશંકર રાવલ (ઉં.વ.૭૨) તા. ૨૩-૧૧-૨૨ બુધવારૈ કૈલાસવાસ થયેલ છે. તે મુક્તાબેનના પતિ. છાયાબેન તથા યોગેનના પિતા. આર્યના દાદા. સ્વ. ઇશ્ર્વરભાઇ, સ્વ. લીલાબેન, સ્વ. નિર્મળાબેનના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૨૭-૧૧-૨૨ રવિવારે સાંજે ૪થી ૬, તેમના નિવાસસ્થાને. ઠે. સદગુરુ છાયા, સી-૨૦૩, સી. એસ. રોડ, નં. ૩, સુધીન્દ્ર નગર, દહીંસર (ઇસ્ટ).
મોઢ વણિક
ભાવનગર હાલ સાયન મુંબઇ સ્વ. રૂક્ષમણિબેન તથા સ્વ. ચીમનલાલ મહેતાના સુપુત્ર રમેશ ચીમનલાલ મહેતા (ઉં. વ. ૮૧) બુધવાર તા. ૨૩-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે દેવયાનીબેનના પતિ. સ્વ. ભાનુમતિ તથા સ્વ. ત્રંબકલાલ કુબેરદાસ કટકીયાના જમાઇ. તે સેજલ દેવેન ગાંધી તથા બિજલ પરેશ વસાના પિતા. તે શનય તથા ધ્રીશના નાના. તે સ્વ. દિનેશભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. નરેશભાઇ, સ્વ. પિનાકીનભાઇ તથા જયોત્સના કિરીટ મહેતા અને ગીતા અનિલ કકડના ભાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વિસનગરા નાગર બ્રાહ્મણ
માલોસણ નિવાસી સ્વ. કરસણલાલ જોષીના ધર્મપત્ની લક્ષ્મીબેન જોષી (ઉં.વ. ૮૦) તે ૨૨/૧૧/૨૨ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તે દિપકભાઈ, દેવાંગભાઈ ચંપકલાલ જોષીના બા. તે મીનાબેન રાજુલાલ રાવલ, સુરેશભાઈ, દિલીપભાઈ જોષીના માતોશ્રી. તે વિણાબેન ચંપકલાલ જોષીના મોટા ભાભીશ્રી. તે ભગવતીબેન સુરેશભાઈ જોષી, ભારતી દિલીપભાઈ જોષીના સાસુશ્રી. તેમનું બેસણું રવિવાર, તા. ૨૭/૧૧/૨૨ના માલોસણા ખાતે રાખેલ છે.
કપોળ
ભાવનગરવાળા હાલ ભાયંદર નિરંજન (બાબાભાઈ) નાનજીભાઈ મહેતાના ધર્મપત્ની આશાબેન (ઉં.વ. ૭૫) તે ૨૦/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે તેજલ સંજય દોશીના માતા. ઉત્સવના નાની. પિયરપક્ષે બરવાળા બવીસીવાળા સ્વ. ભાનુમતી પ્રભુદાસ જીવરાજ પારેખના દીકરી. નલિન, જયશ્રી નરેન્દ્ર ગોરડિયા, ચંદ્રિકા સુરેશ વડિયા, ભાવના શૈલેષ મહેતાના મોટાબેન. પ્રાર્થનાસભા ૨૬/૧૧/૨૨ના ૪ થી ૬ કલાકે કપોળ વાડી, ગીતા નગર, ફાટક રોડ, ભાયંદર વેસ્ટ.
દશા સોરઠીયા વણિક
અમરેલી નિવાસી હાલ બોરીવલી અ.સૌ. જયશ્રીબેન પ્રફુલચંદ્ર ધોળકિયા (ઉં.વ. ૭૦) તે ૨૨/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ. અવની તથા અંકિતના માતુશ્રી. સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. મનહરભાઈના નાનાભાઈના પત્ની. મધુકાન્તભાઈના ભાભી. વિધિના સાસુ. દિનેશભાઇ, જીતુભાઇ, મનોજ, હર્ષાબેન દિનેશકુમાર મંડાવિયાના બહેન. સ્વ. નર્મદાબેન પ્રીતમલાલ શ્રીમાંકરના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
શશીકાંત દેવચંદ વિઠ્ઠલાણી (ઉં.વ. ૭૬), તે સ્વ. પાર્વતીબેન દેવચંદભાઇ વિઠ્ઠલાણીના પુત્ર. ગામ માધોપુર, હાલ મલાડ તે સ્વ. વ્રજલાલ તેમજ ભરતભાઈ, કંચનબેન, મંજુબેન, નયનાબેનના ભાઇ. રશ્મિબેનના પતિ. ફાલ્ગુની અને બિન્દુના પિતાશ્રી. સ્વ. તુલસીદાસ અમલાણીના જમાઈ. કૈરવીના નાના તા. ૨૨-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી વણિક
કાનપર હાલ બોરીવલી જગમોહનભાઈ ન્યાલચંદ સાંગાણી (ઉં.વ. ૭૮) તે ૨૩/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે પુષ્પાબેનના પતિ. સ્વ. હરીબેન કાલિદાસ ધોળકિયાના જમાઈ. યજ્ઞેશ-અ.સૌ. કરૂણા, સ્વ. ભાવેશ-મેઘના, મનીષા નિપુન દેસાઈના પિતાશ્રી. સ્વ. મનસુખભાઇ, સ્વ. રમેશભાઈ, અરવિંદભાઈ, મધુકાન્તભાઈ, અશોકભાઈ, સ્વ. વસંતબેન, સ્વ. કાંતાબેન, સ્વ. કંચનબેન, મંજુલાબેન, સ્વ. નિમુબેન, જયશ્રીબેન, શશીકલાના ભાઈ. વિજયભાઈ ઠક્કર, નરેન્દ્ર, ઉમેદભાઈ દેસાઈ, દીપકભાઈ શાહના વેવાઈ. પ્રાર્થનાસભા ૨૫/૧૧/૨૨ના ૪ થી ૬ વર્ધમાન સ્થા. જૈન સંઘ, સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળગામ દ્વારકાવાળા હાલ કાંદિવલીના સ્વ. લક્ષ્મીદાસ ગોકળદાસ દત્તાણીના ધર્મપત્ની ગં.સ્વ. જયાબેન (ઉં.વ. ૮૮) તે ભરતભાઈ, હર્ષાબેન ધવલકુમાર સોમૈયા, ગીતાબેન નરેશકુમાર સાંગાણી, મીનાબેન મનીષકુમાર ગાંધી તથા સ્વ. સંજયના માતુશ્રી. સ્મિતાબેન તથા રમાબેનના સાસુ. ખપોલીના સ્વ. લક્ષ્મીદાસ વસનજી મજીઠીયાના દીકરી. ચૈતાલી પ્રિતેશ, નેહાલી, તન્મય, જાનવી, સુશીલ, પ્રિયાંક, રાજના બા. સ્વ વિજયાબેન, લાભૂબેન, શાંતીબેનના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ મોટા લાયજાવાળા, હાલે ઘાટકોપર સ્વ. કાશીબેન ચત્રભુજ (નથુભા) લીલાધર ચંદે ના સુપુત્ર નરેન્દ્રભાઇ ઉ.વ.૮૪ તા. ૨૨.૧૧.૨૦૨૨ ના શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ. પુષ્પાબેનનાપતિ, તે સ્વ.ડાઈબાઈ મોરારજી પોપટ (ચોખાવાળા), કચ્છ ગામ ભાડઇ ના જમાઈ, તે હરીશ, મિલિન્દ, જ્યોતિ શશીકાંત , દિવ્યા દીપક , ગીતા ઉમેશના પિતાશ્રી. બન્ને પક્ષની પ્રાર્થના સભા શુક્રવાર, તા. ૨૫.૧૧.૨૦૨૨ ના રોજ યુટોપિયા બેન્કવેટ હોલ , સહકાર સિનેમાની સામે, યુનિવર્સલ સ્કુલની બાજુમાં, તિલક નગર, ચેમ્બુર મધ્યે. સમય : સાંજે ૫ થી ૭ લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -