Homeઆપણું ગુજરાતહાર્દિક પટેલને વાયા વિરમગામ ફળશે? ત્રિપાંખિયા જંગમાં આપ મોટું ફેક્ટર

હાર્દિક પટેલને વાયા વિરમગામ ફળશે? ત્રિપાંખિયા જંગમાં આપ મોટું ફેક્ટર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરીને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભીંસમાં મૂકનારાં કૉંગ્રેસના પૂર્વ પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇને ચોથા મહિને જ તેમના વતન વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે પરંતુ અહીં તેમનું પાટીદાર આંદોલન જ ઇતર જ્ઞાતિઓમાં નેગેટિવ અસર કરશે. કૉંગ્રેસના સીટિંગ ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ અહીંથી ફરીથી ચૂંટણી લડી રહ્યાં છે પરંતુ આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસના બળવાખોર અગ્રણી અમરસિંહ ઠાકોરને મેદાનમાં ઉતરાતા ચૂંટણીના તમામ સમીકરણો બદલાઇ ગયાં છે. અઢી લાખથી વધુના મતદારોમાં ૯૫ હજારથી વધુ ઠાકોર સમાજના મત હોવાથી ચૂંટણી જંગ જામશે. હાર્દિક પટેલની વાયા વિરમગામથી વિધાનસભાની એન્ટ્રીનું ભાવિ આપનું મોટુ ફેકટર નક્કી કરશે.
ગુજરાત વિધાનસભાની બેઠકોના ૨૦૧૨ નવા સીમાંકન બાદ વિરમગામ બેઠકમાંથી સાણંદ તાલુકાના ગામો દૂર કરવામાં આવ્યા છે જ્યારે માંડલ બેઠક રદ કરીને તેનાં માંડલ અને દેત્રોજ તાલુકાના ગામો વિરમગામ બેઠકમાં સામવાયાં છે. આ બેઠકની ખાસિયત છે કોઇ એકજ પક્ષનો ઉમેદવાર અહીં રિપીટ નથી થતાં
અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પરથી કૉંગ્રેસના મહિલા ઉમેદવાર ડો. તેજશ્રી બહેન પટેલે ભાજપના ઉમેદવાર પ્રાગજીભાઈ પટેલને ૧૬,૮૯૭ મતો એટલે ૧૦.૫૪ ટકાની જંગી સરસાઈથી હરાવીને આ બેઠક જીતી હતી.ત્યાર બાદ ૨૦૧૭ મા કૉંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં આવેલાં પૂર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલ ભાજપે ઉમેદવાર ઉતાર્યાં હતાં પરંતુ કૉંગ્રેસના બહારના ઉમેદવાર લાખાભાઇ ભરવાડ ૬૦૦૦ થી વધુ મતોથી વિજય બન્યા હતા. વિરમગામ વિધાનસભા બેઠક પર આમ તો ઠાકોરનું પ્રભુત્વ છે અત્યાર સુધી ભાજપ -કૉંગ્રેસ દ્રારા ઠાકોર ઉમેદવાર ને ટિકિટ નથી આપી નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ ઠાકોર સમાજના અમરસંગ ઠાકોરને ટીકીટ આપીને સ્થાનિક રાજકારણમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે.
વિરમગામ વિધાનસભા બેઠક પર જ્ઞાતિના સમિકરણ પર નજર નાંખીએ તો અહીં ૨.૯૦ લાખ જેટલા મતદારોમાં ઠાકોર સમાજના ૯૫, ૭૪૦ પાટીદાર ૬૮,૦૦૦ મુસ્લિમ ૨,૪૭૯ દલિત ૨૮,૧૩૭ કોળી પટેલ ૨૦,૯૦૦ ભરવાડ ૧૦,૯૦૦ રબારી ૫,૦૪૫ પાલવી ઠાકોર ૨૧,૦૦૦ દરબાર ૫૨,૨૦૬ પ્રજાપતિ ૪,૪૩૯ રાજપુત ૭,૦૦૦ નાડોદા ૪,૯૩૫ દલવાડી ૫,૦૦૦ દેવીપૂજક ૪,૯૦૦ બ્રાહ્મણ ૪૦૦૩ સોની ૧,૧૮૭ વાણીયા ૨,૯૫૭ બજાણીયા ૩,૭૪૦ નાયક ૮,૦૦૨ સાધુ ૨,૪૭૨ દરજી ૯૦૦૫ અને લોહાણા ઠક્કર ૧,૫૬૦ જેટલા મતદારો છે હાર્દિક પટેલને ટિકિટ આપતા પહેલા ભાજપે ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણી પહેલા વિરમગામ વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ તાજેતરમાં ભાજપમાં પુન પ્રવેશ આપ્યો છે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં સાણંદ વિધાનસભા તેમજ વિરમગામ વિધાનસભામાં પક્ષ વિરોધી કાર્ય બદલ ભાજપ પક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વિરમગામ બેઠક પર છેલ્લી કેટલીક ચૂંટણીના પરિણામો જોઇએ તો ૨૦૦૭માં ભાજપના કમાભાઇ ગગજીભાઇ રાઠોડનો વિજય થયો હતો. ૨૦૦૨માં ભાજપના ડોડિયા વજુભાઇ પરમારભાઇનો વિજય થયો હતો. ૧૯૯૮માં કૉંગ્રેસના પ્રેમજીભાઇ વડલાણીની જીત થઇ હતી. ૧૯૯૫માં ભાજપના મચ્છર જયંતીલાલ પોપટભાઇ વિજયી બન્યા હતા. ૧૯૯૦માં ભાજપના હરદત્તસિંહ જાડેજા, ૧૯૮૫માં ભાજપના સોમાભાઇ ગાંડાભાઇ કોળી પટેલ, ૧૯૮૦માં કૉંગ્રેસના દાઉદભાઇ પટેલ. ૧૯૭૨માં સંસ્થા કૉંગ્રેસના કાંતિભાઇ પટેલ તથા ૧૯૬૭માં કૉંગ્રેસના જી.એચ. પટેલ જીત્યા હતા. આ ઉપરાંત ૧૯૬૨માં સ્વતંત્ર પક્ષના પુરૂષોત્તમદાસ રણછોડદાસ પરીખ જીત્યા હતા. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -