Homeઆપણું ગુજરાત'હકીકતમાં વડાપ્રધાન બળાત્કારીઓ સાથે છે' બિલકિસ બાનો કેસ અંગે રાહુલ ગાંધીનો PM...

‘હકીકતમાં વડાપ્રધાન બળાત્કારીઓ સાથે છે’ બિલકિસ બાનો કેસ અંગે રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર

[ad_1]

2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર બળાત્કાર ગુજારનાર અને 11 લોકોની હત્યા કરનાર દોષિતોને મુક્ત કરવાને લઈને રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, ‘લાલ કિલ્લા પરથી મહિલાઓના સન્માનની વાત કરે છે પરંતુ વાસ્તવમાં તેઓ બળાત્કારીઓને સાથ આપે છે.’
સોમવારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે તેમણે કેન્દ્ર સરકારના કહેવા પર દોષિતોને મુક્ત કર્યા હતા. બળાત્કારીઓને 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસે મુક્ત કરવામાં આવ્યા હતા. જેલની બહાર તેમનું સ્વાગત મીઠાઈ અને હાર પહેરાવી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દોષિતોની સન્માન વિધિ પણ કરવામ આવી હતી.
આ અંગે આજે મંગળવારે રાહુલ ગાંધીએ ટ્વિટર પર પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધીએ લખ્યું, ‘લાલ કિલ્લા પરથી મહિલાઓનું સન્માનની વાત કરે છે પરંતુ વાસ્તવમાં તેઓ બળાત્કારીઓને સમર્થન આપે છે. વડાપ્રધાનના વચન અને ઈરાદા વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે, વડાપ્રધાને મહિલાઓને છેતર્યા છે.’

“>

પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ વડાપ્રધાન પાસે જવાબ માંગતા ટ્વીટ કર્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામાથી સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકારે બિલકિસ બાનોના બળાત્કારીઓને મુક્ત કરવા માટે સંમતિ આપી હતી. વડાપ્રધાન, સરકારનું કામ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાનું છે, બળાત્કારીઓને રક્ષણ આપવાનું નથી. મૌન તોડો અને કહો કે બળાત્કાર જેવા ગુના કરનારાઓને શા માટે સમર્થન આપો છો?’

તૃણમુલ કોંગ્રેસમાં સાંસદ અને આ કેસમાં અરજીકર્તા મહુઆ મોઇત્રા એ ટ્વીટ કરતા લખ્યું છે કે, ‘સીબીઆઈએ ના કહ્યું, સીબીઆઈના વિશેષ ન્યાયાધીશે ના કહ્યું. અને તેમ છતાં કેન્દ્રએ બિલકિસ બાનો કેસમાં તમામ 11 દોષિતોની “સમય પહેલા મુક્તિ” માટે હા પાડી.’

“>

બિલ્કીસ બાનો રેપ અને 11 લોકોની હત્યાના કેસના દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે સોમવારે જણાવ્યું હતું કે સીબીઆઈ દ્વારા કેસની તપાસ હાથ ધરવામાં આવી હોવાથી કેન્દ્ર પાસેથી દોષિતોને માફી આપવા માટે આદેશ મેળવવામાં આવ્યો હતો.



[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -