ગુજરાતના દેવભૂમિ દ્વારકા અને સુરત જિલ્લામાં શનિવારે બે અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં પાંચ મહિલા અને બે બાળકો સહિત નવ લોકોના મોત થયા હતા, પોલીસે જણાવ્યું હતું.
સુરત જિલ્લામાં, બારડોલી શહેર નજીક એક પરિવારના છ સભ્યો, જેમાં ત્રણ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. તેઓ મુસાફરી કરી રહ્યા હતા તે કારને નેશનલ હાઈ વે પર ડમ્પર ટ્રકે ટક્કર મારી હતી.
બારડોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રોંગ સાઈડથી આવતા ડમ્પરે કારને ટક્કર મારતા પરિવારના છ સભ્યો લગ્નમાં હાજરી આપીને સુરત જિલ્લાના માંડવીમાં તેમના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
જ્યારે અન્ય એક અકસ્માતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, ભાણવડ નગર પાસે એક થ્રી-વ્હીલર પુલ પરથી પડી ગયું હતું, જેમાં ત્રણ મુસાફરોના મોત થયા હતા અને અન્ય આઠ ઘાયલ થયા હતા, પોલીસે જણાવ્યું હતું. આમ ગુજરાતમાં શનિવારે નવ લોકો અક્સમાતમાં માર્યા ગયા હતા.
મૃતકોમાં થ્રી-વ્હીલરનો ડ્રાઈવર અને બે મહિલા મુસાફરોનો સમાવેશ થાય છે, એમ ભાણવડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે છકડા વાહને નિયંત્રણ ગુમાવ્યું હતું અને 20 ફૂટ સૂકી નદીના પટમાં પડતા છકડારીક્ષાએ પહેલા પુલ પરની રેલિંગ તોડી નાખી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માત રૂપામોરા ગામ નજીક રાજ્ય ધોરીમાર્ગ પર થયો હતો જ્યારે વાહન જામ જોધપુર શહેરથી ખંભાળિયા તરફ જઈ રહ્યું હતું.
ઇજાગ્રસ્ત મુસાફરોને જામનગર અને ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.