Homeઆપણું ગુજરાતસુરતના હજીરા પોર્ટ પર ટર્ગ બોટ એસ્સારના 10 કર્મચારી સાથે ડૂબી, 8નો...

સુરતના હજીરા પોર્ટ પર ટર્ગ બોટ એસ્સારના 10 કર્મચારી સાથે ડૂબી, 8નો બચાવ 2 લાપતા

[ad_1]

સુરત હજીરા પોર્ટ પર આજે એક બોટ ડૂબી જતા ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. જેટી પર જહાજોને કિનારા પર ખેંસીને લાવવા માટે ઉપયોગમાં લેવાતી ટર્ગ ડૂબી ગઈ હતી. ટર્ગ બોટમાં સવાર 10 જેટલા એસ્સાર કંપનીના કર્મચારીઓ દરિયામાં ડૂબ્યા હતા. ફાયર વિભાગે તુરંત ઘટનાસ્થળે પહોંચી આઠ લોકોનો રેસ્ક્યુ કર્યા છે જયારે અન્ય બે લોકોની શોધખોળ ચાલુ છે.
ટર્ગ બોટનો મોટા જહાજોને ખેંચી જેટી સુધી લાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે બોટમાં એસ્સાર કંપનીના 10 લોકો સવાર હતા. બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણોમાં જાણવા મળ્યું છે. બોટનો ઓપરેટર અને રસોઈયો લાપતા થતા ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી છે.
ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, હજીરા દરિયામાં બોટ ડૂબી જતા બે માણસો લાપતા થયા હોવાનો મેસેજ કંટ્રોલરૂમમાં મળ્યો છે. કંટ્રોલરૂમમાં ઘટનાની જાણ થતાની સાથે જ અમે ટીમ રવાના કરી દીધી હતી અને બે લોકો જે લાપતા થયા છે તેને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
હજીરાના દરિયામાં આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે સ્થાનિક કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવતી હોય છે. લાપતા કર્મચારીઓને શોધવાની કામગીરી કંપનીના ફાયર વિભાગે કરી હતી. પરંતુ તેઓનો પતો ન મળતા આખરે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

Google search engine

[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -