Homeટોપ ન્યૂઝશિરડીના સાઈબાબાના દર્શને પહોંચ્યા રાજસ્થાનના સીએમ, કહ્યું રાજસ્થાનીઓની સેવા આજીવન કરીશ

શિરડીના સાઈબાબાના દર્શને પહોંચ્યા રાજસ્થાનના સીએમ, કહ્યું રાજસ્થાનીઓની સેવા આજીવન કરીશ

[ad_1]





રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત કેરળના કોચ્ચિથી શુક્રવારે મહારાષ્ટ્રના શિરડી પહોંચ્યા હતાં. તેમણે સાઈબાબાના દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી હાઈકમાનથી આદેશ નહીં મળે ત્યાં સુધી હપં કંઈ બોલી શકું એવી સ્થિતિમાં હતો નહીં, પરંતુ મારા મૌનનો લોકો ખોટો અર્થ કાઢલા લાગ્યા છે. આજે સાંઈબાબાનો આશિર્વાદ લીધો છે. તમામ મિત્રો સાથે વાતચીત કર્યા બાદ આગળની રાજનીતિ નક્કી કરવામાં આવશે.

નોંધનીય છે કે એક વ્યક્તિ અને બે પદને લઈને ગહેલોતે જણાવ્યું હતું કે, હું મુખ્ય પ્રધાનનું પદ છોડવા માંગતો નથી, જ્યાં સુધી મને કહેવામાં નહીં આવે કે મારે કોંગ્રેસના અધ્યક્ષ પદે ઊભા રહેવાનું છે. મેં કહ્યું છે કે ફોર્મ ભર્યા બાદ પણ કહીશ કે હું રાજસ્થાનથી આવું છું અને ત્યાંની સેવા આજીવન કરતો રહીશ. તમામ દેશવાસીઓ હસી ખુશીથી રહે, કોઈ હિંસા ન થાય, મોંઘવારી અને બેરોજગારી ઓછી થાય. જનતાને પરેશાનીઓથી છુટકારો મળે એવી પ્રાર્થના સાઈબાબાને કરી છે. રાહુલ ગાંધીની યાત્રાનો મુખ્ય હેતુ પણ એ જ છે.
ગહેલોતે વધુમાં જણાવ્યું હતું કે, સંવિધાનના ધજાગરા ઉડી રહ્યા છે. એજન્સીનો દુરુપયોગ થઈ રહ્યો છે. હું ઈચ્છુ છું કે દેશને આ તમામ બાધાઓથી છુટકારો મળે.



Post Views:
6






[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -