અમરેલી વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ દરમિયાન અમરેલી જિલ્લામાં મતદાન માટેની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લાના ૯૮- રાજુલા જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં જાફરાબાદના શિયાળબેટ ટાપુ એ ગુજરાત રાજ્યનું એક માત્ર સ્થળ છે જ્યાં માત્ર દરિયાઈ માર્ગથી પરિવહન થઈ શકે છે.
જિલ્લાના શિયાળબેટ ટાપુ ખાતે ૫ મતદાન મથક પર ચૂંટણી ફરજ પર ૨૫ અધિકારી-કર્મચારીઓને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. શિયાળબેટ ખાતેના મતદાન મથક પરના ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીઓને લાઈફજેકેટની સુવિધા સાથે દરિયાઈ માર્ગે બોટ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા.