વન-ડેમાં સૌથી વધુ વ્યક્તિગત રન
બેંગલૂરુ : વિજય હઝારે ટ્રોફીની અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં તમિળનાડુની ટીમે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સોમવારે વિજય હજારે ટ્રોફીમાં તમિળનાડુએ અરુણાચલ પ્રદેશને વન-ડે મેચમાં ૪૩૫ રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. વન-ડેમાં આ સૌથી મોટી જીત છે. પ્રથમ બૅટિંગ કરતા તમિળનાડુએ અરુણાચલ પ્રદેશ સામે જીત માટે ૫૦૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં અરુણાચલ પ્રદેશની ટીમ ૨૮.૪ ઓવરમાં ૭૧ રનમાં સમેટાઈ ગઈ હતી.
આ મેચમાં તમિળનાડુની ટીમે વન-ડે ક્રિકેટનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. તમિળનાડુએ ૫૦ ઓવરમાં બે વિકેટે ૫૦૬ રન બનાવ્યા હતા. ઓપનર નારાયણ જગદીશન અને સાઈ સુદર્શન વચ્ચે રેકોર્ડ ૪૧૬ રનની ભાગીદારી નોંધાઈ હતી. નારાયણ જગદીશને ૨૭૭ રનની ઇનિંગ રમીને વન-ડે ક્રિકેટનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. તેણે ૧૪૧ બૉલની ઈનિંગમાં ૨૫ ચોગ્ગા અને ૧૫ છગ્ગા ફટકાર્યા હતા. સાઈ સુદર્શને ૧૦૨ બૉલમાં (૧૯ ચોગ્ગા, બે છગ્ગા) ૧૫૪ રન બનાવ્યા હતા. બાબા અપરાજિત અને બાબા ઈન્દ્રજિત ૩૧-૩૧ રન બનાવીને અણનમ રહ્યા હતા. લક્ષ્યનો
પીછો કરવા ઊતરેલી અરુણાચલ પ્રદેશની ટીમ મણિમરન સિદ્ધાર્થની ઘાતક બૉલિંગ સામે ૨૮.૪ ઓવરમાં માત્ર ૭૧ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. મણિમરન સિદ્ધાર્થે ૭.૪ ઓવરમાં ૧૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. અરુણાચલ પ્રદેશના માત્ર ત્રણ બૅટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા.
અરુણાચલ પ્રદેશની ટીમ માત્ર ૨૮ ઓવરમાં ૭૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. અરુણાચલ પ્રદેશનો કોઈ બૅટ્સમેન ૨૦નો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. બીજી તરફ તમિળનાડુ તરફથી મણિમરન સિદ્ધાર્થે ધમાકેદાર બૉલિંગ કરીને પાંચ વિકેટ ઝડપી હતી.
વિજય હજારે ટ્રોફીની મેચમાં તમિળનાડુએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. તમિળનાડુની ટીમે અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં ૫૦ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને ૫૦૬ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ સાથે તે લિસ્ટ-એ મેચમાં ૫૦૦થી વધુ સ્કોર કરનારી પ્રથમ ટીમ બની હતી. આ પહેલાં આ રેકોર્ડ ઈંગ્લૅન્ડના નામે હતો જેણે આ જ વર્ષે નેધરલૅન્ડ સામે ૪ વિકેટ ગુમાવીને ૪૯૮ રન બનાવ્યા હતા.
આ મેચમાં તમિળનાડુના બૅટ્સમેન એન. જગદીશને ૧૪૧ બૉલમાં ૨૭૭ રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં ૨૫ ફોર અને ૧૫ સિક્સર ફટકારી હતી. આ લિસ્ટ-એ ક્રિકેટમાં કોઈ ખેલાડીનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ ઇનિંગ સાથે તેણે સરેના બૅટ્સમેન એલિસ્ટર બ્રાઉનનો રેકોર્ડ તોડ્યો હતો જેણે ૨૦૦૨માં ૨૬૮ રન બનાવ્યા હતા.
લિસ્ટ-એ ક્રિકેટમાં આ તેની સતત પાંચમી સદી છે અને તે આવું કરનાર પ્રથમ બૅટ્સમેન બની ગયો છે. આ મામલામાં તેણે સતત ચાર સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવતા શ્રીલંકાના વિકેટકીપર બૅટ્સમેન કુમાર સંગાકારાને પાછળ છોડી દીધો છે.
—
લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી વધુ રનના અંતરથી જીત
રન વિજેતા ટીમ હારનાર ટીમ
૪૩૫ તમિલનાડુ અરૂણાચલ પ્રદેશ
૩૪૬ સમરસેટ ડેવોન
૩૨૪ ગ્લસેસ્ટરશાયર બકિંઘમશાયર
૩૨૪ ઝારખંડ મધ્ય પ્રદેશ
૩૨૧ મધ્ય પ્રદેશ નાગાલેન્ડ
—
લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી મોટી પાર્ટનરશીપ
બેંગલૂરુ: વિજય હઝારે ટ્રોફીમાં તમિલનાડુએ અરુણાચલપ્રદેશ સામે ૫૦૬ રન બનાવ્યા. તમિલનાડુના ઓપનર એન.જગદીશન અને સાંઈ સુદર્શને મળીને પ્રથમ વિકેટ માટે રેકોર્ડ ૪૧૬ રનની ભાગીદારી કરી હતી.આ લિસ્ટ-એ ક્રિકેટની સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેઇલ અને માર્લોન સેમ્યુઅલ્સના નામે હતો. જેણે ૨૦૧૫ વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે સામે ૩૭૨ રનની ભાગીદારી કરી હતી. જગદીશને ૧૪૧ બોલમાં ૨૭૭ અને સુદર્શને ૧૦૨ બોલમાં ૧૫૪ રન બનાવ્યા હતા. જગદીશને પોતાની ઇનિંગમાં ૨૫ ચોગ્ગા અને ૧૫ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સુદર્શને ૧૯ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
આ પહેલા લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર ઈંગ્લેન્ડના નામે હતો. જેણે આ જ વર્ષે નેધરલેન્ડ સામે ચાર વિકેટ ગુમાવીને ૪૯૮ રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમ સરે આ યાદીમાં ત્રીજા નંબર પર છે. જેણે વર્ષ ૨૦૦૭માં ગ્લોટશો સામે ૪૯૬ રન બનાવ્યા હતા. ઉ