(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વલસાડના વાપીમાં ભાજપ નેતા શૈલેષ પટેલની શનિવારે ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. બે બાઈક પર આવેલા અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ગંભીર રીતે ઘાયલ શૈલેષ પટેલને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વલસાડમાં વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવારજનો સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. આ સમયે બાઈક પર આવેલા બે શખ્સોએ શૈલેષ પટેલ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમનું મોત નિપજ્યું હતું. ફાયરિંગ કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. રાતા ગામ ખાતે ગોળી મારી હત્યા બાદ મોતના સમાચારથી તેમના સમર્થકો અને પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઇ હતી. પ્રાથમિક માહિતી અનુસાર જૂની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની આશંકા દર્શાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉ