[ad_1]

ઉત્તરાખંડમાં રિસોર્ટની રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીના માત બાદ રાજ્યભરના લોકો રોષે ભરાયા છે. અડધી રાત્રે રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીના કડક આદેશ બાદ હત્યાકાંડના આરોપી અને ભાજપ નેતાના દીકરા પુલકિત આર્યના રિસોર્ટ પર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. રિસોર્ટના માલિક પુલકિત આર્ય કસ્ટમર્સને ફાઈવ સ્ટાર રિવ્યૂ આપવા માટે ધમકાવતો હતો અને સાથે કસ્ટમરને ચોર કહીને રિવ્યૂનો રિપ્લાય આપતો બતો. સોશિયલ મીડિયા પર તેના રિવ્યૂની તસવીર પણ વાયરલ થઈ રહી છે.
એક ગ્રાહકે આ અંગે જણાવ્યું હતું કે, રિસોર્ટના માલિકનો વ્યવહાર સારો નથી. તે બળજબરીથી ગૂગલમાં ફાઈવ સ્ટાર રેટ આપવા માટે મજબૂર કરતો હતો. કોઈ તેને નેગેટિવ રિવ્યૂ આપે તો તેનાથી એ સહન થતું નહોતું. રિસોર્ટના ફોટો પણ ખોટા દેખાડવામાં આવી રહ્યા હતાં. રિસોર્ટમાં આવીને એવું લાગતું હતું કે આ ક્યાં ફસાઈ ગયાં.
Post Views:
34
[ad_2]