Homeદેશ વિદેશમુલાયમ સિંહ યાદવનો એ નિર્ણય જેને કારણે ઘર સુધી પહોંચે છે શહીદોના...

મુલાયમ સિંહ યાદવનો એ નિર્ણય જેને કારણે ઘર સુધી પહોંચે છે શહીદોના પાર્થિવ શરીર

[ad_1]

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું બીમારીને કારણે 82 વર્ષની ઉંમરે નિધન થયું હોવાથી સૌ કોઈ શોકાતુર છે.

યુવાવસ્થામાં પહેલવાનીના શોખિન મુલાયમ સિંહ યાદવ શિક્ષકની નોકરી કરતાં હતાં. બાદમાં તેઓ સમાજવાદી નેતા રામમનોહર લોહિયાના વિચારોથી પ્રભાવિત થઈને રાજકારણમાં ઝંપલાવ્યું હતું. વર્ષ 1967માં સોશિયાલિસ્ટ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતીને સૌથી ઓછી ઉંમરમાં વિધાનસભ્ય બન્યા હતાં અને પોતાનું પોલિટિકલ કરિયર શરૂ કર્યું હતું.

10 વાર વિધાનસભ્ય અને સાત વાર સાંસદ રહી ચૂકેલા મુલાયમ સિંહ યાદવ દેશના સંરક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યા છે. દેશમાં રાજકીય અસ્થિરતાનો માહોલ હતો ત્યારે સંરક્ષણ પ્રધાન મુલાયમ સિંહ યાદવે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. આજે કોઈ શહીદ સૈનિકનો પાર્થિવ દેહ તેમના ઘર સુધી પહોંચે છે તો તેનો પૂરો શ્રેય મુલાયમ સિંહ યાદવને આપવામાં આવે છે. સ્વતંત્રતા બાદ ઘણા વર્ષો સુધી બોર્ડર પર જો કોઈ જવાન શહીદ થાય તો તેનો પાર્થિવ દેહ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવતો નહોતો. તે સમયે શહીદ જવાનોની ફક્ત ટોપી જ તેમના ઘરે પહોંચાડવામાં આવતી હતી.

મુલાયમ સિંહ યાદવ સંરક્ષણ પ્રધાન બન્યા ત્યારે તેમણે કાયદો બનાવ્યો હતો કે હવેથી જે સૈનિક શહીદ થાય તો તેનું પાર્થિવ શરીર સન્માન સાથે તેના ઘર સુધી પહોંચાડવામાં આવશે. ડીએમ અને એસપી શહીદ જવાનના ઘરે જશે. નોંધનીય છે કે તેઓ વર્ષ 1996થી 1998 દરમિયાન સંરક્ષણ પ્રધાન તરીકે કાર્યરત હતાં.

[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -