Homeઆમચી મુંબઈમુંબઇમાં ‘વર્લ્ડ પોસ્ટ ડે’ની ઉજવણી કરવામાં આવશે

મુંબઇમાં ‘વર્લ્ડ પોસ્ટ ડે’ની ઉજવણી કરવામાં આવશે

[ad_1]

મુંબઇ: ‘વર્લ્ડ પોસ્ટ ડે’ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપનાની વર્ષગાંઠ નિમિતે ઊજવવામાં આવે છે. જેનું મુખ્ય મથક બર્ન ખાતે છે અને આ ઉજવણી દર વર્ષે ૦૯ ઓક્ટોબરે યોજવામાં આવે છે. પોસ્ટ વિભાગ ૯મી ઑક્ટોબર, ૨૦૨૨થી ૧૩મી ઑક્ટોબર, ૨૦૨૨ સુધી નેશનલ પોસ્ટલ વિક ૨૦૨૨ની ઉજવણી કરી રહ્યું છે.
મુંબઈમાં કુલ ૨૨૯ પોસ્ટ ઓફિસમાંથી લગભગ ૬૦ પોસ્ટ ઓફિસ સોમવારથી તેના સામાન્ય કામના કલાકો કરતાં ચાર કલાક વધુ કામ કરશે. એટલે કે હાલના આઠ કલાકની જગ્યાએ દિવસમાં બાર કલાક પોસ્ટ ઓફિસ ખૂલી રહેશે. મોડી સાંજના કલાકો દરમિયાન દિવસના કલાકોની જેમ પોસ્ટ ઓફિસમાં બધી સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. ‘વર્લ્ડ પોસ્ટ ડે’ નિમિતે આ નિર્ણયની જાહેરાત રવિવારે કરવામાં આવી હતી.
મુંબઈ શહેર અને ઉપનગરોના નાગરિકો, ખાસ કરીને મજૂર વર્ગ અને વરિષ્ઠ નાગરિકો કે જેઓ ઘરના પુખ્ત સભ્યો પર નિર્ભર છે. તેમના માટે પોસ્ટ ઑફિસ સેવાઓને વધુ નજીક અને વધુ સુલભ બનાવવા માટે આ સેવા કાયમી ધોરણે ચાલુ રહેશે.
શરૂઆતમાં આ સમયગાળા દરમિયાન મુંબઈ જીપીઓ, દાદર, બોરીવલી, એન્ટોપ હિલ, અંધેરી, કોલાબા અને બોરીવલી પોસ્ટ ઓફિસ કામ કરશે. પોસ્ટ માસ્ટર જનરલ, ઈન્ડિયા પોસ્ટ મુંબઈ રિજન સ્વાતિ પાંડે દ્વારા લેવામાં આવેલી આ પહેલ મુંબઈમાં ઑક્ટોબરની આત્યંતિક ગરમીના દિવસના સમયગાળા દરમિયાન બહાર જવામાં અસ્વસ્થતા અનુભવતા ગ્રાહકો માટે એક સરળ અને સુખદ અનુભવ હશે. ઉ

[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -