[ad_1]
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: અમદાવાદ-ભાવનગરના શોર્ટ રૂટ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટનામાં પાલિતાણાથી અમદાવાદ પરત જઈ રહેલા જૈન પરિવારનાં બાળક, મહિલા સહિત પાંચ વ્યક્તિના કરૂણ મોત નીપજ્યાં હતાં. ઘટનાના પગલે ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ તેમજ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા મૃતદેહો બહાર કાઢી ભાવનગર હૉસ્પિટલ ખસેડયા હતા.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના ભીમનાલના વતની અને અમદાવાદમાં રહેતા મહાવીરભાઈ રતનલાલ જૈન (ઉ.વ.૪૨),તેમના સાસુ પુષ્પાદેવી ભનમલ જૈન (ઉ.વ.૬૫), રમીલાબેન મહાવીરભાઈ જૈન (ઉ.વ.૪૦), નરેશભાઈ ભાનમલ જૈન (ઉ.વ.૩૦), અને જૈનમ મહાવીરકુમાર જૈન (ઉ.વ.૧૨) પાલિતાણામાં ચાલતા ઉપધાન તપમાં શાતા પૂછવા માટે આવ્યા હતા.
રાત્રીના સમયે અમદાવાદ પરત જવા માટે નીકળ્યા હતા ત્યારે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલ આધેલાઈ અને તુલસી હોટલ વચ્ચે આધેલાઈ ચેક પોસ્ટ પહેલા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા કારમાં મુસાફરી કરી રહેલા બાળક સહિત પાંચ વ્યક્તિનાં કમકમાટીભર્યા મોત
નીપજ્યાં હતાં.
અકસ્માત બાદ ટ્રક છોડી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ, વેળાવદર પોલીસ અને સ્થાનિક લોકો દોડી ગયા હતા અને કારમાં ફસાયેલા મૃતદેહોને કાર તોડીને બહાર કાઢ્યા હતા અને હૉસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતની આ ઘટના અંગે વેળાવદર ભાલ પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉ
[ad_2]