Homeટોપ ન્યૂઝભારતમાં રખડતા કૂતરાઓનું સન્માન થાય છે, પરંતુ મુસ્લિમોનું નહીં, ઓવૈસીએ આવું કેમ...

ભારતમાં રખડતા કૂતરાઓનું સન્માન થાય છે, પરંતુ મુસ્લિમોનું નહીં, ઓવૈસીએ આવું કેમ કહ્યું?

[ad_1]

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં ગરબા કાર્યક્રમમાં પથ્થરમારો કરવાના આરોપમાં કેટલાક મુસ્લિમ લોકોને પોલીસે માર મારવાની ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. એક નિવેદનમાં, ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભારતમાં રખડતા કૂતરાઓનું સન્માન કરવામાં આવે છે, પરંતુ મુસ્લિમોનું નહીં. ઓવૈસીએ કહ્યું, ‘દેશમાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર છે. ત્યાં જાણે મુસ્લિમ લોકો ખુલ્લી જેલમાં જીવી રહ્યા હોય એવું લાગે છે. મુસ્લિમો કરતાં વધુ, શેરીમાં રખડતા કૂતરાઓ માટે આદર છે. એટલું જ નહીં મદરેસાઓને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘ગુજરાતમાં પોલીસે મુસ્લિમ લોકોને પકડ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે તેઓએ નવરાત્રીના ગરબા કાર્યક્રમ દરમિયાન ભીડ પર પથ્થરમારો કર્યો હતો. રાજ્ય પોલીસે મુસ્લિમ પુરુષોને થાંભલા સાથે બાંધ્યા અને 300-400 લોકોની સામે લાકડીઓ વડે માર માર્યો.
પોલીસે જણાવ્યું હતું કે ઉંધેલા ગામના સરપંચ દ્વારા નજીકમાં આવેલા મંદિર સંકુલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હુમલાખોરોએ મસ્જિદ પાસે ગરબા કાર્યક્રમ યોજવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ નવરાત્રીના તહેવારના ભાગરૂપે આયોજિત ગરબા નૃત્ય કાર્યક્રમમાં પથ્થરમારો કર્યો હતો, જેમાં એક પોલીસ કર્મચારી સહિત 7 લોકો ઘાયલ થયા હતા. પોલીસે પથ્થરમારાના આરોપમાં 13 હુમલાખોરોની ધરપકડ કરી હતી. જો કે, માત્ર ત્રણ આરોપીના જ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં પોલીસ ત્રણ આરોપીઓને થાંભલા સાથે બાંધીને માર મારતી જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ વાહનમાં ત્રણ લોકોને ઘટનાસ્થળની નજીક લાવવામાં આવે છે. આ પછી, એક પોલીસકર્મી થાંભલાની પાછળથી એક આરોપીનો હાથ પકડી લે છે. જે બાદ અન્ય પોલીસકર્મીએ તેને લાકડી વડે માર માર્યો હતો. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ ઘટનામાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, મહિલાઓ સહિત લગભગ 150 લોકોના ટોળાએ ગરબા કરી રહેલા લોકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાંથી 45 લોકોની ઓળખ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકો પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની વિવિધ કલમો હેઠળ હત્યાનો પ્રયાસ, રમખાણો, ગેરકાયદેસર સભા અને જાણીજોઈને નુકસાન પહોંચાડવા માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ગુજરાતની તાજેતરની ઘટના અંગે વડાપ્રધાનના મૌન પર સવાલ ઉઠાવતા ઔવેસીએ સવાલ કર્યો હતો કે “શું આ આપણી ગરિમા છે? વડાપ્રધાન, તમે ગુજરાતના છો, તમે મુખ્ય પ્રધાન હતા અને તમારા રાજ્યમાં મુસ્લિમોને થાંભલા સાથે બાંધીને કોરડા મારવામાં આવે છે અને ભીડ સીટીઓ વગાડે છે. કૃપા કરીને આવી અદાલતો બંધ કરો, પોલીસ દળને બરતરફ કરો,” તેમણે કહ્યું.

Google search engine

[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -