Homeઉત્સવબોટાદ ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યાપારિક હસ્તકલાનું કેન્દ્ર

બોટાદ ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યાપારિક હસ્તકલાનું કેન્દ્ર

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

ઇન્સાન કી ભાવનાઓ કા પ્રબલ પ્રવાહ જબ રોકે નહી રૂકતા
ઉસ સમય વો કલા કે રૂપમે ઉભરતા હૈ – અજ્ઞાત
પ્રાચીન સમયમાં હસ્તકલાનું ભારતીય સંસ્કૃતિમાં અનોખું પ્રદાન રહ્યું છે તે સાથે જ ભારતની સમૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ યોગદાનકર્તા પણ છે. પ્રાચીનકાળમાં ગામડાઓ તથા નાના શહેરીય કેન્દ્રો હસ્તકલાના મહત્ત્વપૂર્ણ કેન્દ્રો હતાં. આ કેન્દ્રોથી વ્યાપારને પ્રોત્સાહન તો મળતા સાથે ગામડાઓ આત્મનિર્ભર બનાવવામાં તેમની ઉલ્લેખનીય ભૂમિકા હતી. જે બ્રિટિશકાળ સુધી ભારતનાં ગામડાઓની વિશિષ્ટતા હતી અને સ્વતંત્રતા બાદ પણ એની વિશિષ્ટતા માટે જાણીતું રહ્યું છે.
હસ્તકલા (ઇંઅગઉઈંઈછઅઋઝ) એવા કલાત્મક કાર્યને કહે છે કે જે ઉપયોગી હોવાની સાથો – સાથ શણગારમાં કામ આવતું હોય તેમાં મુખ્યત્વે હાથથી અથવા સરળ હથિયારની મદદથી બનતા હોય. હસ્તકલા અંતર્ગત કાપડ, પથ્થર, કાષ્ઠ, હાથીદાંત, કાગળ, ધાતુ, મોતી વગેરેથી નિર્મિત વસ્તુઓ હોય.
કાઠિયાવાડી સ્ત્રીઓ પ્રાચીન પરંપરા અનુસાર ચકલાનું નિર્માણ કરતી. રંગ – બેરંગી રેશમી વસ્ત્રના ટુકડાઓને એટલીક દ્વારા જોડી ચકોર બનાવતા. તેના પર મોતી અને અરીસાના ટુકડાઓ દ્વારા કલાત્મક નમૂનાઓ બનાવતા. પરંપરાગત રૂપમાં ચકલા નવવધૂ પોતાનું દહેજ સાચવીને રાખતી અને સાસરિયામાં પહોંચતી ત્યારે પોતાના શયન રૂમની દીવાલ પર શુભ પ્રતીકનારૂપમાં ટીંગાડતી હતી.
તો આજે આપણે બોટાદની હસ્તકલામાં ભરતકલા અને મોતીકલા વિશે જાણીએ.
ભાવનગર અને અમદાવાદ જિલ્લામાંથી તાજેતરમાં નવરચિત બોટાદ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં આવેલ છે. આ જિલ્લાનું વહિવટી મથક બોટાદ શહેર છે. ભૌગોલિક દ્રષ્ટિએ બોટાદ ઉત્તર – પૂર્વમાં સુરેન્દ્રનગર જિલ્લા, પશ્ચિમે રાજકોટ, ભાવનગર અને અમરેલી જિલ્લા, દક્ષિણે અમદાવાદ જિલ્લાથી ઘેરાયેલ છે.
બોટાદ માટે વપરાયેલા મૂળ શબ્દ ક્યારે અસ્તિત્વમાં આવ્યા તે ચોક્કસ કહી શકાય તેમ નથી, પરંતુ અંગ્રેજી શબ્દ ઇઘઝઅગઢ માંથી ઇઘઝઅઉ શબ્દ અપભ્રંશ થઈ ઊતરી આવ્યો હશે. જેનો અર્થ વનસ્પતિ કે વનસ્પતિશાસ્ત્ર થાય. તેમજ સંસ્કૃત શબ્દ બોટ શબ્દનો અર્થ ગોરખમૂડી (ગોખરું) થાય. આદ એટલે સ્થળ થાય. આમ જ્યાં ગોરખમૂડી વનસ્પતિ છે તેવું સ્થળ. ઉપરોક્ત બંને અર્થને ગ્રીક ભાષાનું સમર્થન મળતું જણાય છે. ગ્રીકમાં ઝઇંઊછઅઙઊઋઝઊઈં જેનો અર્થ ચિકિત્સા કે ઉપચાર થાય. જ્યાં વનસ્પતિ દ્વારા ચિકિત્સા કે ઉપચાર થતો હોય.
બોટાદના અર્થ પછી તેની સ્થાપના સંદર્ભે, જોઈએ તો લોકોકિત અનુસાર ભોજભાઈ ખાચરે ઈ.સ. ૧૬૬૬ સવંત ૧૭૨૨ માં આ ગામ વસાવ્યું. આ ગામ પાંચ ગામ ભાંગીને બન્યું છે. જેમાં ભોમવદર, સમળી, ધોળી, સાંઢગઢ અને ભોજાવદરનો સમાવેશ થાય છે. આજે સાંઢગઢના અવશેષો નવહથ્થા હનુમાન મંદિરના પાછળના ભાગમાં દેખાય છે. તો ઉત્તર દિશામાં સમળીની ધાર તરીકે ઓળખાય છે. લાતીની બાજુમાં રેલવે સ્ટેશનના રસ્તા પર આજે પણ અવાડા તરીકે જોવા મળે છે.
ભરતકામ સુતરાઉ કાપડ, ઉનનું કાપડ, અતલસ, ભીંડી અને ચામડા પર ભરાય છે. લોહની અણીદાર સોયના નાકામાં ઉન હીર અને સુતરાઉ દોરાની પરોણી તેમજ સોના – રૂપાના તારને પરોવીને આલેખિત વસ્ત્રમાં નીચેથી ઉપર સોય ખેચીને ભરતકામ થાય છે.
ખોડીદાસ પરમાર પોતાના પુસ્તક સૌરાષ્ટ્રનું લોકભારત માં જણાવે છે કે, ગુજરાતમાં ૧૮ મી, ૧૯ મી, અને ૨૦ મી સદીમાં સૌરાષ્ટ્રમાં લોકભરત પુષ્કળ ભરાયું. સૌરાષ્ટ્રમાં લોકભરતના પરંપરિત રિવાજ અને સંસ્કારવાળી નાતિજાતિઓમાં લેઉવા – કડવા, કણબી, મોરી, કારડીયા, કોળી, અરક, નાડોદા, સગર, સથવારા વગેરે જાતીની સ્ત્રીઓ પોત પર ભરત ભરીને સુંદર કરી દીધું છે.
બોટાદમાં પણ ૧૯મી સદીની આખરમાં અને ૨૦ સદીના પ્રારંભિક અરસામાં અમુક નાતીજાતિઓમાં ભરતકામ છુટાછવાયા સ્વરૂપે ભરાતું હશે. પ્રારંભિક તબક્કામાં તેનું સાંસ્કૃતિક મહત્ત્વ જ હતું પરંતુ ૨૧ મી સદીના બીજા તબક્કા બાદ સાંસ્કૃતિક દ્રષ્ટિએ શરૂ કરેલી આ ભરતકલા ધીમે ધીમે વ્યાપારિક બનતી ગઈ.
બોટાદની ભરતકલામાં આરી સાધન ક્યારે આવ્યું એ અંગે ચોક્કસ કહી ન શકાય પરંતુ ભરતકલામાં આરી સાધન આવતા બોટાદની આ કલાએ નવું સ્વરૂપ ધારણ કર્યું.
મૂળ બગસરાના રહેવાસી નંદલાલ અને નલીનભાઈ રંગાડીયા ( સથવારા ) નામના બંને ભાઈઓએ બગસરાથી ઈ.સ. ૧૯૮૯ ની આસપાસ આરી મશીન દ્વારા બોટાદમાં આરી ભરતનો વ્યવસાય શરૂ કર્યો. આરી ભરતમાં ચાકળા, તોરણ, પાનેતર, ઘરચોળા, બેકસીટ, ચાકળીઓ, ગણપતી, પડદા, ધાણિયા, ચણિયા, ચણિયા ચોળી, કોટી, સાડી, ઓછાડ, તકિયા વગેરે બનાવતા હતા. આ આરીભરતની દિનપ્રતિદિન માંગ વધતી ગઈ. ત્યારબાદ હસ્તકલાએ વ્યવસાયિક સ્વરૂપ ધારણ કરી લીધું. ધીમે – ધીમે સ્ત્રીઓ – પુરુષો આરી કારખાનાઓમાં જવા લાગ્યા એ ધીમે ધીમે નારી સંકુલમાંથી ભરવાનું ઓછુ થવા લાગ્યું.
બોટાદમાં ક્ધયા કેળવણી, આવક, મનોરંજનનાં સાધનો વધતા નારી વ્યવસાયી થતી ગઈ, તેથી સમયના અભાવે ધીમે ધીમે ભરત ભરવાની હોશ ઓછી થતી ગઈ.
બોટાદમાં ભરતકલાની જેમ મોતીકલાનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. મોતીનાં કલાત્મક તોરણો, માળાઓ, કળશ, બારી ચાકળા, લગ્નના નાળિયેર, ઈંઢોણી, મોડિયા, શીંગડા વગેરે ગૂંથવાની કલા કારીગરી અદભુત છે.
વર્તમાન સમયમાં બોટાદમાં મોતીકામના તોરણો મંદિરો, ઘરના બાર સાખ, લગ્ન પ્રસંગે કે વ્યવસાય અર્થે ઉપયોગ વધ્યો છે. તોરણોમાં ડલમોતી, ખાટલીવર્ક, જેકોમોતી, કચ્છી વર્ક, ઉનવર્કનાં તોરણોની વિશેષ માગ છે.
મોતી માર્કેટના વેપારી વિજયભાઈ જણાવે છે કે, બોટાદમાં બનતાં તોરણોની રાજ્યભરમાં માગ છે એટલું જ નહીં રાજસ્થાનના મોતી માર્કેટમાં બોટાદનાં તોરણોની માગ વધી રહી છે.
તોરણ ઉપરાંત લોટી નાળિયેર, ઝુમર અને પૂજાસામગ્રીમાં પણ મોતીકામની બોલબાલા છે. બોટાદમાં મોતીના તોરણોની બનેલી પૂજાથાળી, કળશ, માળાઓ, લગ્ન નાળિયેરોની સામાજિક કે ધાર્મિક પ્રસંગોમા વિશેષ ઉપયોગમાં લેવાય છે. એટલે તેનું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ વધતું જાય છે.
મોટી માર્કેટના દિનેશભાઈ નામના અન્ય વેપારી જણાવે છે કે, ભરત અને મોતીકામથી બોટાદના ૫૨ ગામડાની હજારો બહેનોને ઘરબેઠા રોજગારી મળે છે એટલું જ નહી ભરત અને મોતીકામમાં બોટાદના સથવારા સમાજનો દબદબો રહ્યો છે.
બોટાદના હસ્તકલા ઉદ્યોગમાં ભરતકામ અને મોતીકામથી બનતી વસ્તુઓની માંગ અને ઉપયોગિતા તેની ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ વ્યાપારિક મહત્ત્વની સાથે આકર્ષિત કરતી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -