Homeસ્પેશિયલ ફિચર્સબીજી વ્યક્તિને આપી શકો છો પોતાની રેલવે ટિકિટ, કરવું પડશે આટલું કામ...

બીજી વ્યક્તિને આપી શકો છો પોતાની રેલવે ટિકિટ, કરવું પડશે આટલું કામ – બોમ્બે સમાચાર

[ad_1]





ભારતીય રેલવે દરરોજ લાખો પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરાવે છે. અન્ય માધ્યમોની તુલનામાં રેલયાત્રા ખૂબ જ સસ્તી પડે છે. રેલવેએ પણ પ્રવાસીઓની સુવિધા માટે ઘણા નિયમો બનાવ્યા છે. એવો જ એક નિયમ છે ટિકિટ ટ્રાન્સફરનો. નોંધનીય છે કે ઘણી વાર પ્રવાસીઓ ટિકિટ બુક કરાવી લે છે, પરંતુ કોઈ કારણોસર તેઓ પ્રવાસ કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં તેઓ બીજી વ્યક્તિને ટિકિટ ટ્રાન્સ્ફર કરવા માગે છે. ઘણા લોકોને ખબર છે કે રેલવેએ આ સંબંધિત નિયમ બનાવ્યો છે, પરંતુ ઘણા એવા લોકો પણ છે કે તેમને આ નિયમની જાણ નથી. જો તમે પણ પોતાના પરિજનોની ટિકિટ પર પ્રવાસ કરવા માંગો છો કો ખૂબ જ સરળ પ્રક્રિયા અપનાવીને આવું કરી શકો છો.
પ્રવાસી તેની ટિકિટ પરિવારના સભ્યો જેમ કે માતા-પિતા, ભાઈ, બહેન, દીકરો, દિકરી, પત્ની અથવા પતિને ટ્રાન્સફર કરી શકે છે. આ માટે પ્રવાસીને ટ્રેન રવાના થવાને એક દિવસ બાકી હોય ત્યારે અરજી આપવી પડે છે. જો કોઈને લગ્ન પ્રસંગ અથવા કોઈ પર્સનસ કામથી પ્રવાસ કરવાનો હોય તો તેને 48 કલાક પહેલા ટિકિટ ટ્રાન્સફરની અરજી આપવી પડે છે.

આ રીતે થશે ટિકિટ ટ્રાન્સફર
સ્ટેપ 1 – સૌથી પહેલા ટિકિટની પ્રિન્ટઆઉટ લઈ લો


સ્ટેપ 2 – રિઝર્વેશન કાઉન્ટર પર જઈને જેને ટિકિટ ટ્રાન્સફર કરવાની હોય તેનું આધારકાર્ડ અથવા વોટર આઈડીની કોપી આપો અને ટિકિટ ટ્રાન્સફરની અરજી કરો.



Post Views:
753




[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -