[ad_1]

ગણપતિબાપ્પા પાછા પોતાના ઘરે પહોંચી ગયા છે. પરંતુ મુંબઈમાં શુક્રવારે અનંત ચતુર્દશીનો દિવસ સૌથી વધુ ઘોંઘાટિયોભર્યો રહ્યો હતો. કોરાને પગલે બે વર્ષ બાદ પ્રતિબંધ મુક્ત યોજાયેલો ગણેશોત્સવના છેલ્લા દિવસ અવાજનું સ્તર ૧૨૦ ડેસીબલ જેટલું ઊંચુ નોંધાયું હતું.
બે વર્ષ બાદ અવાજનો સૌથી ઉંચો સ્તર શુક્રવારે રાતના દક્ષિણ મુંબઈમાં ઓપેરા હાઉસમાં ૧૦૨ ડેસીબલ નોંધાયો હતો. સોશિયલ મિડિયા પર ફરિયાદ નોંધાયા બાદ મુંબઈ પોલીસે અવાજ બંધ કરાવ્યો હતો.
બીજા નંબરે સૌથી ઊંચો અવાજ શાસ્ત્રી નગરમાં ૧૧૮ ડેસીબલ જેટલો નોંધાયો હતો. ત્રીજા નંબરે ગિરગાંવ ચોપાટીમાં વિસર્જન સ્થળે ૧૦૬ ડેસીબલ જેટલો ઊંચો અવાજ નોંધાયો હતો.
ગિરગાંવ ચોપાટીમાં વિસર્જન રૂટ પર પોલિટીકલ પાર્ટીઓ દ્વારા બાંધવામાં આવેલા મંડપોમાં લાઉડસ્પીકર મોડી રાતના ૧.૨૫ વાગ્યા સુધી વગી રહ્યા હતા. પોલીસને સોશિયલ મિડિયા પર તેની ફરિયાદ આવ્યા બાદ તેને બંધ કરાવવામાં આવ્યો હતો.
આ અગાઉ મુંબઈમાં ૨૦૧૯ના અનંત ચતુર્દશીનો દિવસ સૌથી વધુ ઘોંઘાટિયો રહ્યો હતો. એ દિવસે મુંબઈમાં ૧૨૧.૧ ડેસીબલ જેટલો ઊંચો અવાજ નોંધાયો હતો. ૨૦૨૦ની સાલમાં ૧૦૦.૭ ડેસીબલ અને ૨૦૨૧ની સાલમાં ૯૩.૧ ડેસીબલ જેટલો ઊંચો અવાજ નોંધાયો હતો.
બિલસામાજિક સંસ્થાના કહેવા મુજબ ડ્રમ અને બેંજો એકી સાથે વાગવાને કારણે મરીન ડ્રાઈવમાં બાબુલનાથ મંદિર પાસે ૧૧૫.૬ ડેસીબલ જેટલો ઊંચો અવાજ નોંધાયો હતો. જ્યારે બાન્દ્રામાં પાંચમા દિવસના વિસર્જનના દિવસે ૧૧૨.૧ ડેસીબલ જેટલો ઊંચો અવાજ નોંધાયો હતો.
Post Views:
50
[ad_2]