Homeપુરુષફન વર્લ્ડ

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
છત્રપતિ શિવાજી મહારાજની સેનાના સૈનિકો દુશ્મન કિલ્લાની દીવાલ ઉપર ચડવા માટે જેનો ઉપયોગ કરતા હતા એ પ્રાણીની ઓળખાણ પડી?
અ) સરડો બ) વાંકળીયો ક) પાટલા ઘો ડ) સરકણી

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A B
આકાર SKILL
આવડત INCOME
આવક WELCOME
આવરદા SHAPE
આવકાર LIFE

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
એક પશુ બીકણદાસ ને વનવગડામાં રહેતું,
શરીર સૂંવાળું ને મોટા કાન, ઝાડીમાંથી જોતું.
અ) હરણ બ) વાંદરું ક) સસલું ડ) શિયાળ

માતૃભાષાની મહેક
આપણી ભાષાનો પ્રચલિત શબ્દ દેણગી મરાઠી શબ્દ ડજ્ઞઞઉિં નો અવતાર છે. દેણગી એટલે દાન અથવા બક્ષિસ. આમ દેણગી મરાઠીની દેણગી છે. વર્ગણી એટલે લવાજમ કે ફાળો સુધ્ધાં મરાઠી શબ્દ મઉૃંઞિ ની દેન છે. ગણપતિ ઉત્સવ વખતે આ શબ્દ વ્યવહારમાં વ્યક્ત થતો જોવા મળે છે. વેપારીની કોઠી કે અસલના વખતની પરિવારની ધંધાની જગ્યા માટે વપરાતો શબ્દ પેઢી પણ મરાઠી શબ્દ ક્ષજ્ઞઝિ પરથી અવતર્યો છે.

ગુજરાત મોરી મોરી રે
અત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગર છે, પણ આપેલા વિકલ્પમાંથી કયું શહેર ભૂતકાળમાં ગુજરાતની રાજધાની હતું એ જણાવો.
અ) પાટણ બ) વડોદરા ક) સુરેન્દ્રનગર ડ) રાજકોટ

ઈર્શાદ
બંધ હોઠમાં ઝૂરે છે બસ અહીંયા એક સવાલ,
આંખ્યું કોરી તોય હાથમાં ભીનો કેમ રૂમાલ?
— પ્રીતમ લાખાણી

માઈન્ડ ગેમ
કરિયાણાનું બિલ ચૂકવતી વખતે ૨૦૦૦ રૂપિયાની એક નોટ, ૫૦૦ની ૭ નોટ, ૨૦૦ની ૪ નોટ, ૧૦૦ની બે નોટ અને ૫૦ની ૩ નોટ આપી તો બિલ કેટલું થયું હતું?
અ) ૫૬૫૦ બ) ૫૮૦૦
ક) ૬૧૫૦ ડ) ૬૬૫૦

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
વહેમ DOUBT
વળતર DISCOUNT
વળાંક CURVE
વરાળ STEAM
વરખ FOIL
ગુજરાત મોરી મોરી રે
ખેડબ્રહ્મા
ઓળખાણ પડી?
સાબર
માઈન્ડ ગેમ
૨૧૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
મીણબત્તી

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -