વર્ક આઉટ – દિવ્યજ્યોતિ ‘નંદન’
પુરુષ હોય કે મહિલા, યુવક હોય કે આધેડ વયની વ્યક્તિ પેટ બહાર નીકળે કે શરીરમાં કોઇ કપડા ફિટ ન થાય કે શોભે નહીં એ કોઇને ન ગમે. બહાર નીકળેલું પેટ ન ફક્ત સૌંદર્ય બગાડે છે પરંતુ સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરી શકે છે. જો તમે ખરેખર તમારા વધી ગયેલા પેટને ઓછું કરવા માગતા હો તો કેટલાક એવા યોગાસનો છે જે તમે શિસ્તપૂર્વક અપનાવો તો બેશક ફાયદો થાય એમ છે. ચાલો એ આસનો વિશે વિસ્તારપૂર્વક જોઇએ.
ત્રિકોણ આસન
પેટ ઓછું કરતા યોગાસનોમાં આને ખાસ માનવામાં આવે છે. આ આસન કરતી વખતે શરીર ત્રિકોણની મુદ્રામાં રહે છે જેને કારણે પેટની વધુ ચરબી શરીરમાંથી ઓછી થાય છે. વળી કમરની ફરતે જે ચરબી જમા થઇ હોય તે પણ ઓછી કરવામાં આ આસન મદદરૂપ થાય છે. આ ઉપરાંત આ આસન કરવાથી કમર દર્દ કે સાઇટિકા જેવી બીમારીથી પણ રાહત થાય છે. કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ યોગાસન શરીરની માંસપેશીઓને લવચીક બનાવે છે. શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે.
હવે આ આસન કેવી રીતે કરવું એ પણ જોઇ લઇએ
સૌપ્રથમ બે પગ વચ્ચે બે ફૂટનું અંતર બનાવી ઊભા રહી જાવ. બે હાથોને શરીરની સાથે અડાવીને સીધા રાખો. હવે બન્ ને હાથોને શરીરથી દૂર ખભા સુધી ફેલાવો અને ઊંડા શ્ર્વાસ લેતાં જમણા હાથને ઉપર લઇ કાનને અડે એ રીતે રાખો. કેટલીક ક્ષણો આ સ્થિતિમાં રહ્યા બાદ ધીરે ધીરે શ્ર્વાસ છોડો અને અને કમરની ડાબી બાજુએ ઝૂકો, પરંતુ આ દરમ્યાન જમણો હાથ પગ સાથે જોડાયેલો રહે એ વાતનું ધ્યાન રાખવું. ઘૂંટણોને ક્યારેય ન વાળવા તથા હાથને જમીનના સમાનાંતર લાવવાનો પ્રયત્ન કરવો. ડાબા હાથથી જ પગની ઘૂંટીને અડો. જો આમ કરવામાં સમસ્યા આવતી હોય કે પીડા થતી હોય તો અડવાનો પ્રયાસ ન કરો. લગભગ ૧૦થી ૨૫ સેક્ધડ સુધી આ મુદ્રામાં રહી પછી સહજ રીતે શ્ર્વાસ લેતાં લેતાં સામાન્ય સ્થિતિમાં આવી જાવ. આ જ પ્રક્રિયા જમણી તરફ પણ કરો. શરૂઆતમાં બે થી ત્રણ અને બાદમાં ચારથી પાંચ વાર આ આસન કરવા.
પાદહસ્તાસન
આ આસન હાથ અને પગ (પાદ અને હસ્ત)ના સુમેળભર્યા ઉપયોગથી થાય છે. આ આસનથી પેટને અંદર કરવામાં મદદ તો મળે છે સાથે પાચનતંત્ર પણ સુધરે છે. ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓથી છૂટકારો મળે છે. માથાના દુખાવા અને અનિદ્રાની બીમારીમાં પણ ફાયદો થાય છે. જોકે પીઠમાં દર્દ રહેતું હોય કે કોઇ ચોટ પહોંચી હોય તો આ આસન ન કરવું. આ આસન કરતી વખતે પીઠમાં દુખાવો થાય તો પણ એ છોડી દઇ ડૉક્ટરનો સંપર્ક કરવો. જેને હૃદયસંબંધી સમસ્યા, હર્નિયા કે પેટમાં સોજો રહેતો હોય તેમણે પણ આ આસનથી દૂર રહેવું. ગર્ભવતી મહિલાઓ પણ આ આસનથી બચે.
કેવી રીતે કરશો?
યોગા મેટ પર પગને જોડીને ઊભા રહી જાવ. આ દરમ્યાન હાથોને પણ ખભાની ઉપર રાખો. ધીરે ધીરે શ્ર્વાસ લેતાં હાથને હાથ આકાશ તરફ લંબાવો. ત્યાર બાદ શ્ર્વાસ છોડી આગળની તરફ ઝૂકવું અને હથેળીઓને પગની પાસે જમીન પર સ્પર્શ કરાવવાનો પ્રયત્ન કરવો. અને હા આ દરમ્યાન માથાને ઘૂંટણ સાથે અડાડવાનો પ્રયત્ન કરવો. આ અવસ્થામાં થોડી વાર રહેવું. કમરનો નીચલો હિસ્સો વળવો ન જોઇએ. કેટલીક સેક્ધડ આ મુદ્રામાં રહી શ્ર્વાસ લેતાં લેતાં ઉપર ઉઠો અને હાથોને ઉપર લેતાં લેતાં પાછળ વળવાની કોશિશ કરો. ત્યાર બાદ શ્ર્વાસ છોડતાં છોડતાં આગળની તરફ ઝૂકવું અને ત્રણ ચાર વાર આ રીતે કરવું.
અર્ધચક્રાસન
પેટને અંદર સમેટવામાં મદદરૂપ થાય તેવું ત્રીજું યોગાસન છે ચક્રાસન. આ આસન કરતી વખતે શરીરની મુદ્રા અડધા પૈડાના આકારમાં નજર આવવી જોઇએ.
કેવી રીતે કરશો?
પ્રથમ પગને જોડી સીધા ઊભા રહો. કોણી વાળો અને હથેળીઓને કમરના નીચલા હિસ્સા પર રાખો. પછી શ્ર્વાસ લો અને જેટલું પાછળ તરફ ઝૂકી શકાય એટલું ઝૂકો. જોકે, આ દરમ્યાન સમતુલા જાળવી રાખવી જેથી જમીન પર પડી ન જવાય. નિયમિત રીતે આ આસન કરવાથી કમર દર્દ, પેટનું દર્દ, કરોડ રજ્જુના દુખાવા ઓછા થાય છે. ખુરશી પર બેસીને ઓફિસ વર્ક કરવાવાળા માટે પણ આ આસન સારું છે કારણ કે તેનાથી પીઠના દર્દ સામે રાહત મળે છે. ઉ