સાંસદ નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેની આકરી ટીકા કરી છે. નવનીત રાણાએ આદિત્ય ઠાકરે પર એમ કહીને નિશાન સાધ્યું છે કે “નાનો પપ્પુ મહારાષ્ટ્ર છોડીને બીજા રાજ્યના નેતાઓને મળવા ગયો. શું તેમને રાજ્યની જનતામાં વિશ્વાસ નથી?” તેમણે ઉદ્ધવ ઠાકરેની પણ ટીકા કરી હતી.
आज बिहार के उपमुख्यमंत्री, राजद युवानेता श्री. @yadavtejashwi जी से पटना,बिहार में भेंट कर विभिन्न विषयों पर चर्चा की।
वक़्त की यही माँग है कि देश के युवा संविधान और लोकतंत्र के लिए मिलकर काम करें। pic.twitter.com/S3h2rDylsa
— Aaditya Thackeray (@AUThackeray) November 23, 2022
“>
ઉલ્લેખનીય છે કે આદિત્ય ઠાકરે 23 નવેમ્બરે આરજેડી નેતા તેજસ્વી યાદવને મળ્યા હતા. શિંદે જૂથની સાથે ભાજપે પણ તેમની મુલાકાતની ટીકા કરી હતી. હવે સાંસદ નવનીત રાણાએ આ અંગે ટિપ્પણી કરી છે.
નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરેની સભાની પણ ટીકા કરી હતી. “ઉદ્ધવ ઠાકરે ટીકા કરવા માટે જ સભાઓ કરે છે. તેઓ કહે છે કે ખેડૂતો માટે રસ્તા પર ઉતરો, પણ મારો સવાલ છે કે તમે ખેડૂતો માટે માતોશ્રી ક્યારે છોડશો? અઢી વર્ષમાં ખેડૂતો માટે શું કર્યું?, એમને માટે ક્યારે રસ્તા પર ઉતરશો?” એવો સવાલ નવનીત રાણાએ કર્યો હતો.