[ad_1]

મુંબઇ: ભારતીય નૌકાદળના પ્રોજેક્ટના એક ભાગરૂપે રવિવારે દેશના ત્રીજા યુદ્ધ જહાજનો શુભારંભ કરાયો હતો, જેનું નામકરણ નેવી વાઇવ્સ વેલફેર એસોસિયેશન(વેસ્ટર્ન રિજન)ના પ્રમુખ અને વાઇસ એડમિરલ અજેન્દ્ર બહાદુરસિંહના પત્ની ચારુસિંહ દ્વારા કરાયું હતું. આ ‘તારાગીરી’ જહાજ બાંધવાની શરૂઆત ૧૦ સપ્ટેમ્બર,૨૦૨૦ના દિને કરવામાં આવી હતી. ઑગસ્ટ,૨૦૨૫ સુધીમાં આ જહાજ કાર્યરત થઇ જશે. નેવીની ઇન-હાઉસ સંસ્થા દ્વારા આ જહાજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૨૫,૭૦૦ કરોડ જેટલો થશે. આ અગાઉ ‘નીલગીરી’ અને ‘ઉદયગીરી’ નામના બે યુદ્ધ જહાજ બાંધવાની શરૂઆત થઇ ગઇ છે જે અનુક્રમે ૨૦૨૪ના પ્રથમ હાફ અને દ્વિતિય હાફમાં કાર્યરત થશે. (પીટીઆઈ)
Post Views:
24
[ad_2]