Homeસ્પેશિયલ ફિચર્સધનતેરસના દિવસે આ રીતે પૂજા કરીને કરો કુબેરદેવને પ્રસન્ન, નહીં ખૂટે બરકત

ધનતેરસના દિવસે આ રીતે પૂજા કરીને કરો કુબેરદેવને પ્રસન્ન, નહીં ખૂટે બરકત

[ad_1]

હિંદુ ધર્મમાં દિવાળીનું અનોરું મહત્ત્વ છે. દિવાળીને પાંચ પર્વોના સમૂહ વાળો તહેવાર કહેવામાં આવે છે. કારણ કે તેમાં ધનતેરસ, કાળી ચૌદસ, દીવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આવે છે. દિવાળીને બે દિવસ પહેલા ધનતેરસ આવે છે અને આ દિવસે ધનના દેવતા કુબેરદેવની પૂજા કરવામાં આવે છે. કુબેર દેવને ધન અને વૈભવની દેવી માતા લક્ષ્મીના ભાઈ માનવામાં આવે છે. તેથી ધનલાભની કામના રાખતા લોકોને માતા લક્ષ્મીની સાથે કુબેરદેવની પણ પૂજા કરવી જોઈએ. આ વખતે ધનતેરસ 23 ઓક્ટબરના દિવસે આવશે. કુબેર દેવ દેવતાઓની સંપત્તિના ખજાનચી કહેવાય છે. ધનતેરસ પર ચોક્કસપણે કુબેર દેવની સંપૂર્ણ વિધિ સાથે પૂજા કરો.

આ વિધિતી કરો કુબેરદેવની પૂજા

પૂજામાં પહેલા આચમન, પછી ધ્યાન, પછી જાપ ત્યારબાદ આહુતિ હોમ અને છેલ્લે આરતી કરીને પંચોપચાર વિધિથી પૂજા કરવી જોઈએ. આ રીતે વિધિપૂર્વક પૂજા કરવાથી કુબેરદેવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. આ ઉપરાંત કુબેર દેવને ચંદન, ધૂપ, ફૂલ, દીપ અને નિવેધ અર્પણ કરો.

‘યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન-ધાન્ય અધિયતયે,
ધન-ધાન્ય સમૃદ્ધિમાં દેહિ દાપય સ્વાહા।’

આ મંત્રનો જાપ કર્યા વગર પૂજા અધૂરી માનવામાં આવે છે.

[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -