[ad_1]
બોલીવૂડ અને હોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તેની ફિલ્મોની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો અને વીડિયો શેર કરતી હોય છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. રેડ કલરના સ્ટ્રેપલેસ ગાઉન પહેરીને પ્રિયંકા પતિ નિક સાથે તેના મિત્રના લગ્નમાં પહોંચી હતી. તેણે નિક સાથેના રોમાન્ટિક ફોટા પણ શેર કર્યા છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ સાથે બોલીવૂડ ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળશે, જેનું દિગ્દર્શન ફરહાન અખ્તરે કર્યું છે.
[ad_2]