Homeઆમચી મુંબઈદશેરા રેલી ભલે શિંદેની હતી, પરંતુ શબ્દો... નાના પટોલેએ રાજ્ય સરકારને લીધી...

દશેરા રેલી ભલે શિંદેની હતી, પરંતુ શબ્દો… નાના પટોલેએ રાજ્ય સરકારને લીધી આડે હાથ

[ad_1]

દશેરા રેલીને લઈને કોંગ્રેસે શિંદે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. કોંગ્રેસ નેતા નાના પટોલેએ જણાવ્યું હતું કે, દશેરાના મુહુર્ત પર મુંબઈના બીકેસી મેદાનમાં સીએમ એકનાથ શિંદેએ ધામધૂમથી રેલીનું આયોજન કર્યું હતું, પરંતુ શિંદેએ તેની ગદ્દારીનું સમર્થન કરીને ભાજપે લખીને આપેલી સ્ક્રિપ્ટ વાંચી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન ભાજપના હાથની કઠપુતલી હોવાનો અહેસાસ રાજ્યની જનતાને રેલી દરમિયાન થયો હતો. શિંદેએ રેલીમાં ભાષણ દરમિયાન કોંગ્રેસની પણ ટીકા કરી હતી. એકનાથ શિંદેની ગદ્દારી એ શિવસેના પક્ષનો અંતર્ગત વિષય છે, પરંતુ બળવાખોરીના પાપને છુપાવવા માટે એકનાથ શિંદે અને તેના સમર્થન પ્રધાનો અને વિધાનસભ્યો વારંવાર કોંગ્રેસની ટીકા કરે છે, જે સાંખી લેવાશે નહીં.
પટોલેએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષનો અધ્યક્ષ કોણ બનશે તેની ચિંતા એકનાથ શિંદેને કરવાની જરૂર નથી. તેમને તો પોતાનો પક્ષ કયો છે એ પણ ખબર નથી એવામાં કોંગ્રેસ વિશે બોલવું એ હાસ્યાસ્પદ છે. કોંગ્રેસ એ દેશનો સૌથી જૂનો, અનુભવી અને દેશને સ્વતંત્રતા અપાવીને દુનિયામાં ભારતનું નામ રોશન કરનારો પક્ષ છે. એકનાથ શિંદેએ હજુ એવા કોઈ કામ કર્યા જ નથી. ભાજપના ઈશારે કામ કરવું અને દિલ્હીના આદેશનું પાલન કરવું એ જ તેમનું કર્તવ્ય છે.

Google search engine

[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -