Homeઆમચી મુંબઈથાણેવાસીઓ પાણી સાચવીને વાપરજો!! બુધવારે આ કારણથી પાણી પુરવઠો ખોરવાશે

થાણેવાસીઓ પાણી સાચવીને વાપરજો!! બુધવારે આ કારણથી પાણી પુરવઠો ખોરવાશે

[ad_1]





થાણેવાસીઓને બુધવારે પાણી માટે હેરાનગતીનો સામનો કરવો પડી શકે છે. બુધવાર ૨૧ સપ્ટમ્બરના ૧૨ કલાક માટે થાણે શહેરનો પાણી પુરવઠો બંધ રહેશે.
સપ્ટેમ્બર ૨૦૨૨ થયેલી અતિવૃષ્ટિને કારણે ભાતસા નદીમાં અનેક વખત પૂર આવ્યા હતા. પૂરના પાણીની સાથે જૅકવેલમાં મોટા પ્રમાણમાં ગાળ અને કચરો જમા થયો છે. આ ગાળ અને કચરો પિસેમાં પંપના સ્ટ્રેનરમાં અટકી ગયો હોવાથી પંપ દ્વારા થનારા પાણીનો ફ્લો ઓછો થયો છે. આ ગાળ કાઢવામ માટે બુધવાર ૨૧ સપ્ટેમ્બરના સવારના ૯થી રાતના ૯ વાગ્યા સુધી શટડાઉન લેવામાં આવશે, તેથી થાણે મહાનગરપાલિકાની પોતાની યોજનામાંથી થનારો પાણી પુરવઠો બંધ રહેશે. આ સમય દરમિયાન ફક્ત સ્ટેમ પ્રાધિકરણ મારફત થનારો પાણી પુરવઠો ચાલુ રહેશે, એવું સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું



Post Views:
37




[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -