[ad_1]

તાઈવાનના દક્ષિણપૂર્વ કિનારે 6.9 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવતાં ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સમય અનુસાર બપોરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. જોકે, અત્યાર સુધીમાં જાનહાનિના સમાચાર મળ્યા નથી. તાઈવાનના અસરગ્રસ્ત વિસ્તારના લોકોને તાત્કાલિક સલામત સ્થળે જવા માટેની સલાહ પ્રશાસને આપી છે. આ ભૂકંપ તાઈવાનના તાઈતુંગ શહેરથી 50 કિમી ઉત્તરમાં આવ્યો હતો, જેને લઈને જાપાને તાઈવાન નજીક આવેલા ટાપુઓમાં સુનામીની ચેતવણી જાહેર કરી છે.
તાઈવાન ઉપરાંત, પાપુઆ ન્યુ ગિની, ન્યૂઝીલેન્ડ, વનુઆતુ અને અન્ય પેસિફિક ટાપુઓમાં હંમેશાં ભૂકંપનું જોખમ રહેલું છે.
તાઈવાનમાં ભૂકંપને કારણે સર્જાયેલી તારાજીના દૃષ્યો
Post Views:
5
[ad_2]