આજકાલની બોલીવૂડ અભિનેત્રીઓની ફિલ્મો રીલિઝ થાય કે ન થાય તેમને લાઈમલાઈટમાં રહેતા સારી રીતે આવડે છે.
બોલિવૂડમાં ઘણી એવી હસીનાઓ છે જે તેમના કામની સાથે-સાથે તેમના લુક્સ, તેમની બોલ્ડનેસ અને તેમના સોશિયલ મીડિયાના કારણે જાણીતી છે. આ હસીનાઓમાં દિશા પટનીનું નામ પણ છે.
સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે દિશા
ટાઈગર શ્રોફની એક્સ ગર્લફ્રેન્ડ દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર નવા નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. દિશા તાજેતરમાં એક એવોર્ડ નાઇટમાં ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી અને હવે એક્ટ્રેસે થોડા સમય પહેલા આ લુકમાં એક નવો ફોટો શેર કર્યો છે.
અમે હમણાં જ તમને જણાવ્યું તેમ, દિશા પટનીએ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નવી મિરર સેલ્ફી શેર કરી હતી જેણે ફેન્સ વચ્ચે ખલબલી મચાવી દીધી છે! આ સેલ્ફીમાં દિશાએ તે આઉટફિટ પહેર્યો છે જે એક્ટ્રેસે પિંકવિલા સ્ટાઇલ આઇકોન્સ 2 એવોર્ડ્સમાં પહેર્યો હતો.
તમે અહીં જોઈ શકો છો કે આ સેલ્ફીમાં એક્ટ્રેસે રિવિલિંગ ડ્રેસ પહેર્યો છે.
આ ફોટામાં બધાની નજર દિશાના ક્લીવેજ અને ટોન્ડ એબ્સ પર છે. દિશા અવારનવાર આવી સેલ્ફી અને ફોટા શેર કરતી રહે છે અને તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડનેસના કારણે લોકોમાં ખૂબ જ પોપ્યુલર છે.
દિશા પટણીના આ લુકની ગણતરી એવોર્ડ નાઈટના સૌથી ગ્લેમરસ લુકમાં થઈ રહી છે. એક્ટ્રેસ સિલ્વર કલરના બ્રાલેટ ડ્રેસમાં તેના ટોન્ડ બોડીને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ સાથે ઓપન હેરમાં મેસી ટચ તેને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યો હતો. આ સાથે દિશાએ હાઈ હીલ્સ અને મેકઅપ સાથે પોતાનો લુક સ્પશિયલ બનાવ્યો હતો.
દિશા છેલ્લે ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં અર્જુન કપૂર, જોન અબ્રાહમ અને તારા સુતારિયા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળી હતી. તે આગામી સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના સાથે સાગર અંબ્રે અને પુષ્કર ઓઝાના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘યોદ્ધા’માં જોવા મળશે. આ ઉપરાંત પાઇપલાઇનમાં તેની પાસે ‘પ્રોજેક્ટ કે’ અને એક અનટાઈટલ્ડ ફિલ્મ પણ છે. જોકે ફિલ્મોમાં તેણે હજુ સુધી ખાસ કઈ ઉકાળ્યું નથી, પણ આજકાલ સોશિયલ મીડિયા ખૂબ જ પ્રચલિત છે ત્યારે તેમાં તે રોજ કંઈકને કંઈક નાખતી જાય છે.