મુંબઇ: ડોલરની મજબૂતી, એફઆઇઆઇની વેચવાલી અને ઇક્વિટી બજારની નરમાઇ વચ્ચે ફોરેક્સ માર્કેટમાં ભારતીય ચલણનું ધોવાણ ચાલું રહ્યું છે. પાછલા શુક્રવારના ૧૦ પૈસા બાદ સપ્તાહના પ્રથમ દિવસે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સાત પૈસાના ઘસારા સાથે ૮૧.૮૧ બોલાયો હતો. આ અગાઉ અમેરિકાના મજબૂત સેલ્સ ડેટા જોતા ફેડરલ રિઝર્વને કડક નાણાં નીતિ અપનાવવામાં સુગમતા રહેશે એવી અટકળો વચ્ચે વિદેશી હૂંડિયામણ બજારમાં ગુરુવારે ડોલર સામે રૂપિયો ૩૮ પૈસાના ઘટાડા સાથે ૮૧.૬૩ બોલાયો હતો.