[ad_1]

સેરેના વિલિયમ્સે સન્યાસ લીધાને હજુ વધુ સમય નથી થયો ત્યાં ટેનિસ જગતને વધુ એક ઝટકો લાગ્યો છે. સ્વિટ્ઝરલેન્ડના ટેનિસ ખેલાડી રોજર ફેડરરે ગુરુવારે નિવૃત્તિની જાહેરાત કરી છે. આવતા અઠવાડિયેઆયોજિત થનારો લેવર કપ ફેડરરના કરિયરનો છેલ્લો એટીપી ટૂર્નામેન્ટ રહેશે અને તે બાદ કોઈપણ ગ્રેન્ડ સ્લેમ કે ટૂર ઈવેન્ટમાં ભાગ લેશે નહીં. નોંધનીય છે કે લેવર કપનું આયોજન 23થી 25 સપ્ટેમ્બર દરમિયાન લંડનમાં થશે.
To my tennis family and beyond,
With Love,
Roger pic.twitter.com/1UISwK1NIN— Roger Federer (@rogerfederer) September 15, 2022
ઓપન એરાના શ્રેષ્ઠ પુરુષ ખેલાડી તરીકે સ્વિટ્ઝરલેન્ડના સુપરસ્ટારે બે દાયકાથી વધુ કરિયરમાં 20 ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. આ મુકામ સુધી પહોંચનારો ફેડરર દુનિયાનો પહેલો પુરુષ ખેલાડી બન્યો હતો. તેણે સૌથી પહેલા પીટ સૈમ્પ્રાસની 14 ગ્રેન્ડ સ્લેમ ખિતાબના વર્લ્ડ રેકોર્ડને તોડીને ઈતિહાસ રચ્યો હતો.
— Roger Federer (@rogerfederer) September 15, 2022
Post Views:
23
[ad_2]