કચ્છી વિશા ઓશવાળ જૈન
ડોણના દિપક મુરજી છેડા (ઉં. વ. ૪૯) તા. ૨૪-૩-૨૦૨૩, શુક્રવારના અરિહંત શરણ પામેલ છે. માતુશ્રી મણીબેન મુરજી વેલજીના સુપુત્ર. આશાના પતિ. સેજલ, સલોનીના પિતા. ભરત, અનિલ, હીતેનના ભાઇ. વડાલાના વાસંતીબેન વસંતલાલ કુંવરજી સોનીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દિપક છેડા, ૪૧/૬, બિલ્ડીંગ નં. ૩૭, મનિષનગર, ચાર બંગલા, અંધેરી (વે.). ૬૧.
બિદડાના લાડબાઈ રામજી ગોગરી (ઉં. વ. ૮૬) ૨૩-૩ના અવસાન પામેલ છે. રામજીના પત્ની. હાંસબાઈ માલસીના પુત્રવધુ. ગુણવંતી, જસ્મી, વર્ષા, દીપક, વિપુલના માતા. વાંઢ સુંદરબાઈ દેરાજના પુત્રી. ખીમજી, નાનજી, શામજી, તુંબડી મોંઘીબેન મોરારજી, મો.આસંબીયા લીલબાઈ જેવતના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિપુલ ગોગરી : ૪૦૧,અંબિકા ભુવન, કોપર રોડ, ડોંબિવલી (વે).
વાંકીના હાલે ગાંધીધામ ના શ્રી લક્ષ્મીચંદ મોરારજી સાવલા (ઉં. વ. ૬૪) તા. ૨૩-૩-૨૩ના અવસાન પામેલ છે. લીલબાઇ મોરારજીના પુત્ર. સુનીલાબેનના પતિ. હર્ષ, ગ્રીષ્માના પિતા. પોપટલાલ, ખીમજી, શાંતિલાલ, પ્રવિણના ભાઇ. ફરાદીના દમયંતીબેન વસનજી લધુસુરાના જમાઇ. પ્રાર્થના : નૂતન વાડી, જૈન દેરાસરની બાજુમાં, ગાંધીધામ. ટાઇમ : બપોરે ૪ થી પ.
ઝાલાવાડી શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન
ચોટીલા નિવાસી હાલ મલાડ સ્વ. કંચનબેન નગીનદાસ શિવલાલ શેઠના પુત્ર અનિલભાઈ (ઉં. વ. ૬૮) તે ૨૪/૩/૨૩ના નાણદેવી શરણ પામેલ છે. તે હરીશ તથા નયનના ભાઈ. મીનલભાભી અને રીટાભાભીના દિયર. ગ્રીષ્મા જયકુમારના કાકા. સ્વ. જશવંતલાલ મનસુખલાલ શાહના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુરી જૈન
રાધનપુર નિવાસી હાલ બોરીવલી મંજુલાબેન કાંતિલાલ શાહ (ઉં. વ. ૮૯) ૨૦/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જયેશભાઇ, નિલેશભાઈ અને સાધનાબેનના માતુશ્રી. દિનેશકુમાર મહેતા તથા સંગીતા અને મનિષાના સાસુ. હર્ષ અને સાર્થકના દાદી. બાપુલાલ નાગરદાસ કોટડીયાના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મૂળ વતન ગઢડા (સ્વામીના) સ્વ. હેમચંદ હીરાચંદ ગોસલીયાના સુપુત્ર પ્રવીણચંદ્ર ગોસલીયા (પંચુભાઈ) (ઉં. વ. ૮૧) હાલ ભાયંદર ૨૫/૦૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે ગુણવંતીબેનના પતિ. અમિત, અજય, પરેશભાઈના પિતા. કિરણ, મનીષાના સસરા. તથા ભૂમિકા રિદ્ધિ પાર્થ સિદ્ધિના દાદા. સ્વ. સવાયલાલભાઈ, સ્વ. મનુભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. ભુપતભાઈ તથા સ્વ. કંચનબેન, સ્વ. કમળાબેન, સ્વ. શમતાબેનના ભાઈ. સ્વ. કાંતાબેન રાયચંદ શેઠના જમાઈ (નવાગામ) વાળા પ્રાર્થનાસભા ૨૭/૩/૨૦૨૩ ૧૦ થી ૧૨ સ્થળ તોરલ હોલ એમટીએમની સામે, પૂજા નગરની બાજુમાં, કેબીન રોડ, ભાયંદર ઇસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
કાટકોલા નિવાસી હાલ મસ્કત (ઓમાન) શારદાબેન (ઉં. વ. ૯૫) ૨૩/૦૩ ના મસ્કત મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ રમણીકલાલ નાગરદાસ શાહના ધર્મપત્ની. સ્વ માણેકબેન જમનાદાસ શેઠના પુત્રી. અનિલભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, રેખાબેન, મંગળબેનના માતુશ્રી. મીરાબેન, હીનાબેન, ઉમેશભાઈ અને સ્વ. વિરેશભાઈના સાસુ. જે સ્વ. કાંતિભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. નવિનભાઇના ભાભી. લૌકિક વ્યવહાર અને સાદડીની પ્રથા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ ઘાટકોપર શ્રી હસમુખભાઈ કસ્તુરચંદ પારેખ (ઉં. વ. ૮૪) તે સ્વ. હીનાબેનના પતિ. તે પરાગ – રૂપલના પિતાશ્રી. સોનલ અને કમલેશભાઈના સસરા. તે સ્વ. પ્રવીણભાઈ, સ્વ પ્રમોદભાઈ, સરલાબેન જયંતીલાલ મહેતાના ભાઈ. માળિયા મિયાણા ના સ્વ ઉત્તમચંદ મણીલાલ શેઠના જમાઈ. તા. ૨૪ માર્ચ ૨૦૨૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહારની પ્રથા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખાનપુર નિવાસી (મોરબી) હાલ મીરારોડ, સ્વ. દમયંતીબેન પ્રાણલાલ મહેતાના સુપુત્ર, સ્વ. ખુશાલચંદ્ર મહેતા (ઉં. વ. ૬૯) તા. ૨૩-૩-૨૩ ગુરૂવારે અરિહંતશરણ પામેલ છે. તે અ.સૌ. દેવયાનીબેનના પતિ. દેવેશના પિતાશ્રી. ત્થા આશાબેન મનોજભાઈ દોશી, લીનાબેન હર્ષદરાય શેઠ, નીતાબેન ભરતભાઈ મહેતાના ભાઈ. તેઓશ્રી જસવંતરાય ચંપકલાલ મહેતાના જમાઈ, લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વીશા સ્થાનકવાસી જૈન
બોટાદ નિવાસી હાલ માટુંગા સ્વ. ગુણવંતરાય મફતલાલ દોશીના ધર્મપત્ની પૂ. સવિતાબેનનું તા. ૨૨-૩-૨૩ના બુધવારે સુરેન્દ્રનગર મુકામે દેહવિલય થયેલ છે. તે ગીરીશ, મયંક, ગીતા, શાન્તીકુમાર ગોપાણી, પ્રફુલ્લા દીલીપ મહેતા તથા પૂર્ણિમા હેમંત સંઘવીના માતુશ્રી. તથા ભાવના દીપ્તીના સાસુ. પ્રવિણચંદ્ર દોશીના ભાભી. તથા નવીનચંદ્ર ન્યાલચંદ શાહના બહેન. તેમની ગુણાનુવાદ સભા તા. ૨૭-૩-૨૩ના સોમવારે ૯-૩૦થી ૧૧. ઠે. માનવ સેવા સંઘ, સાયન મુકામે રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
કંથારીયા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. જીવતીબેન જગજીવનદાસ અજમેરાના પુત્ર ચીમનભાઇ (ઉં. વ. ૯૧) તે સ્વ. કંચનબેનના પતિ તા. ૨૪-૩-૨૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે ભરતભાઇ, નિલેશભાઇ, સ્વ. વંદનાબેન, પારૂલબેનના પિતા. રાજુલબેન, દિપ્તીબેન, પ્રકાશકુમાર, ઉર્વિશકુમારના સસરાજી. સ્વ. રમણીકલાલ, સ્વ. હિંમતલાલ, સ્વ. સવિતાબેન, શારદાબેન, રંજનબેન, નીલમબેનના ભાઇ. કમાલપુરવાળા સ્વ. મગનલાલ લાલચંદ ડેલીવાળાના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
કંથારીયા નિવાસી હાલ મુલુંડ સ્વ. રંજનબેન છબીલદાસ અજમેરાના સુપુત્ર બિપીન છબીલદાસ અજમેરા, ૨૩ માર્ચ ૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સોનલબેનના પતિ. સ્નેહા, જીમિશ અને મનનના પિતા. સોમિલ, મીરલ, ચાંદનીના સસરા. શૌર્ય અને કિશિવના દાદા. તે સુરેશભાઇ, રાજેશભાઇ, પ્રકાશભાઇ, પૂનમભાઇના ભાઇ. તે સ્વ. રેવંતિકાબેન મણીલાલ શાહના જમાઇ. પ્રાર્થનાસભા રવિવાર, ૨૬મી માર્ચ ૨૦૨૩ના ૪થી ૫.૩૦. ઠે. ગોપુરમ હોલ, પુરુષોતમ ખેરાજ એસ્ટેટ, ડો. આર. પી. રોડ, જ્ઞાન સરિતા સ્કૂલ પાસે, મુલુંડ (પશ્ર્ચિમ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખાખરીયા નિવાસી હાલ બોરીવલી ચંદુલાલ મગનલાલ શેઠના ધર્મપત્ની મનોરમાબેન (ઉં. વ. ૭૩) તા. ૨૪-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ગં. સ્વ. લાભુબેન મગનલાલ શેઠના પુત્રવધૂ. રોહિત, સુમેશ, મયૂર, જતીનના માતુશ્રી. અ. સૌ. અલકા, હિના, ચૈતાલી, ભારતીના સાસુ. વિવેક રિશિત, તનીશ, તન્વીના દાદી. પિયર પક્ષે ઢસા નિવાસી જગજીવન ગોપાલજી સંઘરાજકાના દીકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર તા. ૨૭-૩-૨૩ના ૧૦થી ૧૧.૩૦. ઠે. સ્વામીનારાયણ મંદિર હોલ, અજમેરા ગ્લોબલ સ્કૂલ સામે, યોગીનગર, એકસર રોડ, બોરીવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ વડાલા, નગીનદાસ રામજી સંઘવી કેસરવાળાના પુત્રવધૂ હંસાબેન નવીનચંદ્ર સંઘવી (ઉં. વ. ૮૨) શુક્રવાર તા. ૨૪-૩-૨૩ના અવસાન પામેલ છે.તે પારસભાઇના માતા. ઇલાબેનના સાસુ અને મોનલના દાદી. પિયર પક્ષે પ્રેમચંદ ઉમેદચંદ દોશી મહુવાવાળા હાલ કાંદિવલીના દીકરી. તે સ્વ. દલસુખભાઇ, શશીકાંતભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, જયાલક્ષ્મી ગુણવંતરાય દેસાઇ કોઇમ્બતુર, સ્વ. નિર્મળાબેન કાંતિલાલ દોશી વિલેપાર્લેના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વીસા શ્રીમાળી જૈન
બોટાદ નિવાસી હાલ મુંબઇ કાંતિલાલ દલીચંદ દોશી (ઉં. વ. ૮૮) તે સ્વ. રસિલાબેનના પતિ. ફાલ્ગુની (વિધિ) બેન, પ્રીતીબેન તથા સંજયના પિતા. ઉમેશભાઇ, રોહિતભાઇ તથા હિનાના સસરા. સ્વ. કંચનબેન, સ્વ. ચંપકભાઇ, સ્વ. રસિકભાઇ, કિશોરભાઇ, રમેશભાઇ, સ્વ. મહેશભાઇ તથા પ્રમિલાબેનના ભાઇ. તા. ૨૫-૩-૨૩ના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી વીસા શ્રીમાળી જૈન
લીંબડી નિવાસી હાલ ભાયંદર વિજયાબેન શીવલાલ શાહના પુત્ર જયસુખભાઇ (ઉં. વ. ૮૦) તે સુમિત્રાબેનના પતિ. ભાવેશ, જીજ્ઞેશ, રાખી તુષારકુમાર શાહના પિતા. ફાલ્ગુનીના સસરા. દિલીપભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. જસવંતભાઇ, હસમુખભાઇ, મહેન્દ્રભાઇ તેમ જ લત્તાબેન પ્રદીપકુમાર દોશી અને પૂ. શ્રી. ધ્યાનરસાશ્રીજી મ. સા. સંસારી પક્ષે ભાઇ. અમદાવાદવાળા સ્વ. મણીલાલ વાડીલાલ શાહના જમાઇ. તીર્થ, અર્થ, તિથી, સંયમના દાદા-નાના તા. ૨૪-૩-૨૩ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૩૦૨, પાલીતાણા-દર્શન, દેવચંદનગર, ભાયંદર (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
લીલીયા મોટા (પિપળવા) નિવાસી હાલ મુલુંડ સ્વ. દુર્લભજી છગનલાલ ગોસલિયાના સુપુત્ર રતીલાલ (ઉં. વ. ૯૦) તે શારદાબેનના પતિ. સ્વ. લાભુબેન વ્રજલાલ પારેખ, સ્વ. કાંતાબેન ગિરધરલાલ બોટાદરા, ધીરજલાલ, મનસુખલાલ, જયાબેન ચંદુલાલ વોરા તથા શાંતાબેન પ્રભુદાસ વોરાના ભાઇ. તથા કમલેશ, કેતન, ભાવના હર્ષદભાઇ અજમેરા, નીતા ભરતકુમાર સંઘરાજકાના પિતા. ગીતાબેન તથા નયનાબેનના સસરા. તથા શ્ર્વસુર પક્ષે ઇંદોર નિવાસી સ્વ. હિતેશભાઇ (બાબુભાઇ) કપૂરચંદ મહેતાના બનેવી. શનિવાર, તા. ૨૫-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી સમાજ જૈન
ટંકારા (મોરબી) નિવાસી મહેતા ખોડીદાસ પોપટલાલના સુપુત્ર સ્વ. પ્રવિણચંદના ધર્મપત્ની ઉષાબેન (ઉં. વ. ૭૭) તા. ૨૪-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે દિપક, હેમાંશુના માતુશ્રી. તે પૂર્ણિમા, નીયતીના સાસુ. તે મંજુલાબેન, સ્વ. તરુણભાઇ, કલ્પનાબેન વિજયભાઇ, પ્રીતી નરેશભાઇ, હંસાબેન, સ્વ. બીપીનભાઇ પટેલ, કોકિલાબેન વિજયભાઇ પટણી, સ્વ. જયશ્રીબેન મુકેશભાઇ મહેતાના ભાભી. તે સ્વ. સુખલાલભાઇ દેવચંદ વખારીયાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. જીવરાજ ભુરા કારીઆ (ઉં. વ. ૭૪) શુક્રવાર તા. ૨૪-૩-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. સંતોકબેન કામલબેન ભુરાભારાના પુત્ર. અમૃતબેનના પતિ. રસીલા, સુનિલ, રમેશના પિતા. વર્ષા, કલ્પના, કાન્તીલાલ રાયશી દેઢિયાના સસરા. કાવ્ય, હિર, નિવ, જીનય, હર્ષ, વત્સલના દાદા-નાના. સ્વ. રત્નાબેન નાનજી પાંચા ખુથીયાના જમાઇ. પ્રાર્થના સોમવારે તા. ૨૭-૩-૨૩. ઠે. અચલગચ્છ જૈન સંઘ, જોગેશ્ર્વરી-ઇસ્ટ. પ્રા. સમય ૧૦-૩૦થી ૧૨, પ્રાર્થના પછી બરવિધિ રાખેલ છે.
દશા. સ્થા. જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મીરારોડ સ્વ. મનહરલાલ નાનચંદ લાખાણીના સુપુત્ર ચિ. કિરીટભાઇના ધર્મપત્ની અ.સૌ. ભાવનાબેન (ઉં.વ.૬૨) તેઓ અ. સૌ. રીધી/નિધિ/સિદ્ધિ/તનવી તથા ગૌતમના માતુશ્રી.તે સીમરનજીત ભટ્ટી/મિતુલભાઈ બારોટ/પાર્થભાઈ દોશી તથા અપૂર્વ પરીખના સાસુ તા. ૨૩/૩/૨૩ ગુરુવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તે પિયર પક્ષે દામનગર નિવાસી સ્વ. મંજુલાબેન શાન્તિલાલ મોટાણીની દિકરી. તે જ્યોત્સ્નાબેન વેલાણી, રેખાબેન અજમેરા તથા જીતુભાઇ દીપકભાઈના બેન. બંને પક્ષની પ્રાર્થના સભા તા. ૨૬/૩/૨૩ને રવિવારના બપોરના ૩થી ૫. સ્થળ: મીરારોડ સ્થા. જૈન સંઘ, શાંતિ નગર, મીરારોડ (ઈ).