જૈન મરણ
દહેગામ નિવાસી હાલ મુંબઈ સ્વ. કોકીલાબેન અરવિંદભાઈ શાહના પુત્ર કિરણભાઇ ૧૯-૧૨-૨૦૨૨ના અરિહંતશરણ થયેલ છે, (ઉં.વ.૬૧) તે ઈલાબેનના પતિ. અંકિતાબેન નિખિલભાઈ જૈન ને શાહિલના પિતાશ્રી. તેમ જ સ્વ. મનીષભાઈને સોનાલીબેન હિમાંશુભાઈ કોઠારીના ભાઈ. ચેતનાબેનના જેઠ. મિતના કાકા. વૃષભ ને ચાર્મીના મામા. તેમ જ યુવરાજ જૈનના નાના. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણા હાલ બોરીવલી સ્વ. રમણીકલાલ દીપચંદ શાહના ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન (ઉં.વ. ૯૨) તે દિપક-સ્મિતા, પરેશ-ભાવના, દક્ષા-અશ્ર્વિનકુમાર, હિના-જનકકુમારના માતુશ્રી. સ્વ. ચીમનભાઈ, સ્વ. સુશીલભાઈ, બિપીનભાઈ, સ્વ. સુરજબેન, સ્વ. પદ્માબેન, ભદ્રાબેનના ભાભી. નૈપ નિવાસી સ્વ. ઠાકરશી વેલજી શાહની પુત્રી તા. ૨૦-૧૨-૨૨, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ: ૯૦૫, પી. ડી. સોસાયટી, રામ નગર, કલ્યાણ જવેલર્સની પાસે, બોરીવલી વેસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગાણી ઘાણીથર હાલે લાકડીયાના સ્વ. વેજીબેન ગાલા (ઉં.વ. ૭૩) સ્થાનિકે તા. ૧૭-૧૨-૨૨ના અવસાન પામેલ છે. તે સ્વ. ઉગમશીના પત્ની. સ્વ. વેજીબેન ધનજીના પુત્રવધૂ. સ્વ. મહેન્દ્ર, સ્વ. મંજુ, સ્વ. દિવાળીના માતુશ્રી. વેરશીના ભાભી, હિમાબેનના જેઠાણી. લાકડીયાના લાખઈબેન ભચુ ગડાના પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસસ્થાન: બી-૩૦૩, આયડીયલ ઈનક્લેન નં. ૭, રામદેવ પાર્ક, મીરા રોડ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ નૂતનત્રંબૌના સ્વ. વિસનજી તેજપાર બૌવા (ઉં.વ. ૬૧) તા. ૨૦-૧૨-૨૨ના અવસાન પામેલ છે. તે સ્વ. મોંઘીબેન તેજપાર બૌવાના પુત્ર.વિરાગ, આકાશ, સેજલના પિતા. વિરલ, રાયશી સતરાના સસરા. સ્વ. લખમશી, રામજી, અમરશી, ડુંગરશી, રૂક્ષ્મણી, હિરજીના ભાઈ. અ. સૌ. મીનાબેનના જેઠ. ગં. સ્વ. વેલબાઈ ભુરા જીવણ બોરીચાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. એ-૭, ૫૦૩, વિકાસ કોમ્પલેક્સ, કેશરમિલ, થાણા.
કચ્છી વિશા ઓશવાળ જૈન
છસરાના અ.સૌ. સંગીતા હરેશ ગંગર (ઉં.વ. ૫૧) તા. ૧૯/૧૨/૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી જયાબેન ખીમજી લખમશીના પુત્રવધૂ. હરેશના પત્ની. મુંદરા હંસાબેન ઉર્ફે હીરબાઇ રવીલાલ ઉર્ફે બચુભાઇ વોરાની પુત્રી. સ્વ. શાંતીલાલ, વસંત, પ્રવીણ, ગીતાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હરેશ ગંગર, ફકીર મહમ્મદ ચાલ, રૂમ નં. ૮, ઓર્લેમ ટેંક રોડ, મલાડ (વે.).
ભોરારાના કેશવજી દેઢીયા (ઉં.વ. ૭૪), તા. ૧૯/૧૨/૨૨ના મુંબઇમાં અવસાન પામેલ છે. સ્વ. પાચીબાઇ લધા કાયાના પૌત્ર. સ્વ. ભચીબાઇ નાનજી લધા દેઢિયાના સુપુત્ર. સ્વ. છગન, સંસાર પક્ષે પુજ્ય શાન્તીમુની, ભવાનજીના ભાઇ. ભોરારાના સ્વ. લધીબાઇ કાકુ હીરાના દોહિત્ર. (ચક્ષુદાન કરેલ છે). પ્રાર્થના સભા રાખેલ નથી. નિવાસ: ભવાનજી નાનજી દેઢીયા, ૧/૭ એ.એમ. જૈન અસ્ટેટ, ભાટિયા હોસ્પિટલની સામે, વિલેજ રોડ, ભાંડુપ-વેસ્ટ-૭૮.
ભુજપુરના ઝવેરીલાલ દેવજી ગોગરી (ઉં.વ. ૮૩) ૨૦/૧૨/૨૨ના અવસાન પામેલ છે. નાનબાઇ દેવજીના પુત્ર. પુષ્પાબેનના પતિ. મનીષ, વિપુલ, ભારતી, અલ્કાના પિતા. વસંત, પ્રવિણ, સાકરબાઇ, મઠાંબાઇ, મણિબાઇ, વિમળાના ભાઇ. ના. ભાડીયા સુંદરબેન મોનજી દેવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ઝવેરીલાલ ગોગરી, ૧૦૦૧/૧૮ ડી, ભોજ ભવન, શીવપુરી કોલોની, સાયન -ટ્રોમ્બે રોડ, ચેમ્બુર-૭૧.
દશા શ્રીમાળી સ્થા. જૈન
લાઠી નિવાસી હાલ કાંદિવલી સ્વ. જયંતકુમાર કપૂરચંદ ભીમાણી અને સ્નેહલતાબેનના પુત્ર વીતેશ (ઉં.વ. ૪૮) તે પૂર્વીના પતિ. યશ્ર્વીના પિતા. નીલાબેન લલિતભાઈ વકીલના જમાઈ. દક્ષેશ, સંદીપના ભાઈ, ૧૯/૧૨/૨૨ના ઇન્ડોનેશિયા મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ ડોમ્બીવલી સ્વ. હસુમતીબેન હસમુખરાય જગજીવનદાસ દોશીના પુત્ર હરેન્દ્રભાઈ દોશી (ઉં.વ. ૬૭), તા. ૨૦-૧૨-૨૨ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે ભાવનાબેન (ભારતીબેન)ના પતિ. દિનેશભાઈ, સ્વ. ભારતીબેન મહેન્દ્ર કુમાર દોશી, માયાબેન નીતિન કુમાર શાહના ભાઈ. મનન, ધરતી રોનક કુમાર દોશી, જીનલ દેવાંગકુમાર દોશીના પિતાશ્રી તથા વંશ ને વિહના નાના. સાસરા પક્ષે સૌભાગ્યચંદ પાનાચંદ દોશી (ઉનાવાળા)ના જમાઈ. જય નીલકંઠ ૧લે માળે, રૂમ નં ૧૦૬/૧૦૭, ફડકે રોડ, ગુલશન જ્યુસવાળાની ગલીમાં, ડોમ્બીવલી – ઈસ્ટ.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
હળવદ નિવાસી હાલ બોરીવલી સ્વ. લક્ષ્મીચંદ હરજીવનદાસ શાહના ધર્મપત્ની ધીરજબેન (ઉં.વ. ૧૦૨) તા. ૧૫-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે મધુકાંતભાઈ, સ્વ. દિનેશભાઈ, ચંદ્રકાંતભાઈ, જીતેન્દ્રભાઈ તથા સ્વ. કુમુદબેન, પ્રવિણાબેન, સરોજબેન, સ્વ. હર્ષાબેન, જયશ્રીબેનના માતા; તેમજ જ્યોત્સનાબેન, સ્વ. જ્યોતિબેન, મીનાબેન, મીતાબેનના સાસુ; પિયર પક્ષે ચોકડી નિવાસી બાવીસી કુટુમ્બના સ્વ. નરોત્તમદાસભાઈ, સ્વ. ગુણવંતભાઈ, સેવંતીભાઈ, સ્વ. ભૂપતભાઈના બહેન. લૌકિક વહેવાર બંધ રાખેલ છે. ઠે.: ૮૦૧, ઋષભ હાઇટ્સ, રોયલ કોમ્પ્લેક્સ, બોરીવલી વેસ્ટ.
દિગંબર જૈન (મુમુક્ષુ)
બોટાદ નિવાસી હાલ અંધેરી, શ્રી વાડીભાઈ મનસુખલાલ કામદાર (ઉં.વ. ૯૯), તેઓ સ્વ. જયાબેનના પતિ તેમજ યોગેષ, હરેષ અને શૈલેષના પિતાશ્રી. અ.સૌ. સંગીતા, સુનીતા અને અર્ચનાના સસરા અને સ્વ. ધીરજબેન, સ્વ. લાભુબેન, પુષ્પાબેન તથા કોકીલાબેન અને શ્રી અરવિંદભાઈના મોટાભાઈ. ચિ. શ્રેયા, હેમાલી અને ઋષભના દાદા. તેઓશ્રીનું તા. ૨૧-૧૨-૨૨ના બુધવારે દેહપરિવર્તન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા શ્રીમાળી જૈન
ગોધાવી નિવાસી હાલ ચુનાભટ્ટી -સાયન ભાઈશ્રી અશોકકુમાર સુમતીભાઈ શાહના ધર્મપત્ની અ.સૌ. દક્ષાબેન તા. ૧૯-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. જે મોનાલી હેમલ શાહ અને દેવાંગના માતુશ્રી. બીરવાની સાસુ. હાસ્વી તથા પ્રાહીની દાદી. સલોની તથા રોશનની નાની. પિયરપક્ષે અમદાવાદ નિવાસી અનુભાઈ કેશવલાલ શાહની દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા હાલ ડોંબિવલી સ્વ. હસુમતીબેન હસમુખરાય જગજીવનદાસ દોશીના પુત્ર હરેન્દ્રભાઈ (ઉં. વ. ૬૭) તે ૨૦-૧૨-૨૨, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે ભાવનાબેન (ભારતીબેન)ના પતિ. તે દિનેશભાઈ, સ્વ. ભારતીબેન મહેન્દ્રકુમાર, માયાબેન નિતીનકુમારના ભાઈ. તે રમાબેનના જેઠ. તે મનન, ધરતી (ધરા) રોનકકુમાર, જીનલ દેવાંગકુમારના પિતાશ્રી. તે સાસરા પક્ષે સૌભાગ્યચંદ પાનાચંદ દોશી (ઉનાવાળા)ના જમાઈ. નિવાસ: જય નિલકંઠ, ૧લે માળે, રૂમ નં. ૧૦૬, ૧૦૭, ફડકે રોડ, ગુલશન જયુસવાળાની ગલીમાં, ડોંબિવલી (ઈસ્ટ).
મહુવા હાલ મુંબઈ પ્રભાદેવી શાહ બાળાબેન કાંતિલાલ કલ્યાણજીના પુત્ર હરેન્દ્રભાઈના ધર્મપત્ની સ્વ. ઈંદિરાબેન (ઉં. વ. ૫૯) સોમવાર, ૧૯-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે અનલ, જય, જાનવીના માતુશ્રી. વિધિ તથા સનમ દેસાઈના સાસુજી. વિજય- જયશ્રી, અશોક- શિલ્પા, રાજેશ- અંજના, જયેશ-દક્ષાના ભાભી. વીરના દાદી. પ્રાર્થનાસભા ૨૪-૧૨-૨૨ના શનિવાર સમય સવારે ૧૦થી ૧૨.એડ્રેસ: શંકર શેઠ પેલેસ, ૩૦૦/૨, તારદેવ રોડ, જાવજી દાદાજી માર્ગ, ગ્રાન્ટ રોડ (વેસ્ટ), નાનાચોક, મુંબઈ-૭. પિયર પક્ષે: જવાનમલજી શેરામલજી (અમદાવાદ) બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
ક. વી. ઓ. ગુર્જર જૈન
ગામ અંજારના હાલે મુલુંડ નિલેશ દોશી (ઉં. વ. ૬૩) ૨૧-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ખુશાલભાઈ દોશી અને સ્વ. ચંચળબેન દોશીના પુત્ર. ભરતીબેન દોશીના પતિ. અમિષ અને પરીનાના પિતાશ્રી. દર્શિકાના સસરા. સ્વ. પ્રભુલાલ નાનાલાલ શાહ (માંડવી) અને ભાગ્યવંતીબેન પ્રભુલાલભાઈના જમાઈ. નિવાસસ્થાન: એ-૧, એફ-૨૩, મહાવીર શિખર, એલબીએસ રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ. પ્રાર્થના રાખેલ નથી.