Homeઆપણું ગુજરાતચૂંટણી પહેલા અધિકારીઓની બદલી: રાજ્યમાં 23 IAS ની બદલી, AMCને મળ્યા નવા...

ચૂંટણી પહેલા અધિકારીઓની બદલી: રાજ્યમાં 23 IAS ની બદલી, AMCને મળ્યા નવા કમિશ્નર

[ad_1]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારે રાજ્યના ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. રાજ્યના 23 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે એમ.થેન્નારેસન મૂકવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર આર.એ.મેરજાને ભાવનગર કલેકટર તરીકે નીમવામાં આવ્યા છે.
તાજેતરમાં જ ગુજરાતના કેટલાક અધિકારીઓ કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટેરીના પદ માટે એમ્પેનલ્ડ થયા હતા. તેમાંના 5 અધિકારીઓને કેન્દ્રની કેબિનેટ સમિતિએ રવિવારે બઢતી સાથે બદલી આપી છે. આ પાંચ અધિકારીઓમાં અમદાવાદનાં મ્યુનિસપલ કમિશ્નર લોચન સહેરાનો પણ સમાવેશ થાય છે. લોચન સહેરાને ઇસરોમાં મુકાતા હવે અમદાવાદ મ્યુનિસપલ કમિશ્નર કોને બનાવાશે તે મુદ્દે ચર્ચા છેડાઇ હતી.
જીઆઈડીસીના મેનેજીંગ ડાયરેક્ટર અને વાઈસ ચેરમેન પદ પર ફરજ બજાવતા એમ. થેન્નારાસનને હવે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકેને પદભાર સોપવામાં આવ્યો છે અને તેમના ખાલી પડેલા સ્થાન પર હવે ડો. રાહુલ ગુપ્તાને મુકવામાં આવ્યા છે. ઉપરાંત ડો.ધવલ પટેલની ગાંધીનગર મ્યુની. કોર્પોશન કમિશનર પદ પરથઈ બદલી કરી અમદાવાદ કલેક્ટરના પદ પર નિમણૂંક આપવામાં આવી છે.
આ સાથે દિલીપ રાણાની કચ્છના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.ડીએસ ગઢવી કે જેઓ સુરતમાં ડીડીઓ તરીકે ફરજ પર હતા તેમને આણંદ કલેક્ટર તરીકે એમ.વાય. દક્ષિણીના સ્થાને મુકવામાં આવ્યા છે. તથા એમ.વાય.દક્ષિણીની ગાંધીનગર ખાતે એડિશનલ સેક્રેટરી તરીકે પંચાયત, રુરલ હાઉસિંગ એન્ડ રુલર ડેવલપમેન્ટ વિભાગમાં નિમણુક કરવામાં આવી છે.

[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -