[ad_1]
સત્તાના કેફમાં મદમસ્ત રહેતા રાજકારણીઓ કાયદાની પરવા કર્યા વગર વિવાદાસ્પદ નિવેદનો આપે એ નવી વાત નથી. આવા જ એક નેતાના વાણીવિલાસનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભા બેઠકથી ભાજપના વિધાનસભ્ય કેતન યુવા યુવાનોને એવું કહેતા સંભળાય છે કે, પોલીસ પકડે તો ચિંતા ન કરતા, કહેજો કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છું. ત્યાર બાદ વડોદરા પોલીસે કાયદાનું ભાન કરાવવા સાવલી વિસ્તારમાં જ 50 બાઈક ડિટેઇન કર્યા હતા.
વિધાનસભ્ય કેતન ઈનામદારે યુવાનોને એવું પણ કહ્યું કે, પોલીસ પકડે તો કહી દેજો કે સાવલીના કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છું. માત્ર સાવલી જ નહીં રાજ્યના કોઈ પણ પોલીસ સ્ટેશનની પોલીસ પકડે તો મારું નામ આપી દેજો. તમારે લાયસન્સની જરૂર નહીં પડે. મારું નામ જ લાઈસન્સ છે.
એક વિધાનસભ્ય થઈને કેતન ઈમાનદાર આવું કહીને યુવાનોને કાયદાનું ઉલ્લંઘન કરવા માટે ઉશ્કેરી રહ્યા હોય એવું નિવેદન આપતા ચર્ચાએ જોર પકડ્યું હતું. આ વિડીયો પોલીસ પાસે પહોંચતા કાયદાથી ઉપર કોઈ નથી તેનું ભાન કરાવવા પોલીસે કડક પગલા લીધા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા કેતન ઈમાનદારના જ વિધાનસભા વિસ્તારમાં સાવલીમાં વાહન ચેકિંગ દરમિયાન 50 જેટલા બાઈક ડિટેઈન કર્યા હતા. પોલીસની કડક કાર્યવાહીથી વાહનચાલક વિધાનસભ્ય કેતન ઈમાનદાર પાસે પહોંચ્યા હતા. કેતન ઈમાનદાર પોલીસ સ્ટેશન પહોંચીને રજૂઆત કરી હતી. પોલીસે તમામને દંડ ભરાવીને વાહન મુક્ત કર્યા હતા.
ઈનામદારે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, યુવાનોને નિયમો તોડવા માટે ઉશ્કેરવાનો તેમનો કોઈ હેતુ નહોતો. તેમનું નિવેદન ઈરાદાપૂર્વક નહોતું. તેઓ માત્ર યુવાનોનો ઉત્સાહ વધારી રહ્યા હતા.
[ad_2]