Homeદેશ વિદેશઋતુરાજ ગાયકવાડે ઈતિહાસ રચ્યો: એક ઓવરમાં સાત છગ્ગા ફટકારીને ૪૩ રન...

ઋતુરાજ ગાયકવાડે ઈતિહાસ રચ્યો: એક ઓવરમાં સાત છગ્ગા ફટકારીને ૪૩ રન કર્યા

અમદાવાદ: ટીમ ઈન્ડિયાના યુવા બૅટ્સમેન ઋતુરાજ ગાયકવાડે લિસ્ટ-એ ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. સોમવારે વિજય હજારે ટ્રોફી ૨૦૨૨ની ક્વાર્ટર ફાઈનલ મેચમાં મહારાષ્ટ્ર તરફથી રમતા તેણે ઉત્તર પ્રદેશ સામે એક જ ઓવરમાં ૪૩ રન બનાવ્યા હતા. આ સાથે તેણે એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
ગાયકવાડે ૧ ઓવરમાં ૭ સિક્સર સહિત ૪૩ રન બનાવ્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે એક ઓવરમાં ૪૩ રન બન્યા હોય. આ પહેલાં વર્ષ ૨૦૧૮માં ફોર્ડ ટ્રોફી દરમિયાન બ્રેટ હેમ્પટન અને જો કાર્ટરની જોડીએ પણ ૧ ઓવરમાં ૪૩ રન બનાવ્યા હતા.
વાસ્તવમાં ઋતુરાજ ગાયકવાડે પોતાની ઇનિંગમાં ૧૬ સિક્સર ફટકારી હતી. આ વિજય હજારે ટ્રોફીનો નવો રેકોર્ડ છે. અગાઉ આ રેકોર્ડ જગદીશનના નામે હતો. તાજેતરમાં જ એન. જગદીશને અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં ૧૫ સિક્સ ફટકારી હતી. આ સિવાય યશસ્વી જયસ્વાલ આ યાદીમાં ત્રીજા નંબર પર છે. યશસ્વી જયસ્વાલે ઝારખંડ સામેની મેચમાં ૧૨ સિક્સ ફટકારી હતી.
ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ સામેની મેચમાં એક ઓવરમાં સાત સિક્સ ફટકારી હતી. તેણે શિવા સિંહની ઓવરમાં કુલ ૪૩ રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આવું કરનાર તે પ્રથમ બૅટ્સમેન છે, જોકે એક ઓવરમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ ન્યૂઝીલૅન્ડના લી જર્મોનના નામે છે. લી જર્મોને એક ઓવરમાં આઠ સિક્સર ફટકારી હતી.
લિસ્ટ-એ ક્રિકેટમાં ૧૯૯૦માં વેલિંગ્ટનમાં શેલ ટ્રોફીની મેચમાં ન્યૂઝીલૅન્ડના લી જર્મોને આઠ સિક્સ ફટકારી હતી. તે મેચમાં ન્યૂઝીલૅન્ડ માટે ચાર ટેસ્ટ રમનાર પૂર્વ ક્રિકેટરે બર્ટ વેન્સની એક ઓવરમાં કુલ ૭૭ રન બનાવ્યા હતા. બર્ટ વાન્સે કુલ ૨૨ બૉલ ફેંક્યા હતા અને લી જર્મોને તે ઓવરમાં જ ૭૦ રન ફટકાર્યા હતા.
બર્ટ વેન્સની આ ઓવર ક્રિકેટ ઈતિહાસની સૌથી મોંઘી ઓવર છે. તેણે આ ઓવરમાં કુલ ૮ સિક્સર અને પાંચ ફોર ફટકારી હતી. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -