મુંબઈ: ૨૧ નવેમ્બરથી ૩૦ નવેમ્બર ૨૦૨૨ દરમ્યાન યોજાયેલી મુંબઈ સ્કૂલ્સ સ્પોર્ટ્સ એસોસિયેશન (એમએસએસએ) ઈન્ટર સ્કૂલ બેડ્મિન્ટન ટૂર્નામેન્ટમાં લીલાવતીબાઈ પોદ્દાર હાઈ સ્કૂલની રિશા પરબે (અંડર ૧૨ શ્રેણીમાં) રાયન ઈન્ટરનેશનલ સ્કૂલના ટિયાન કેસ્ટેલિનોને હરાવ્યો હતો.
ગોપાલ શર્મા ઈન્ટરનેશનલ સ્કૂલના રાફેલ મસ્કરેનહાસે (અંડર ૧૨ બોયઝ શ્રેણીમાં) શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિરની હેઝલ જોશીને હરાવ્યો હતો.
શિશુવન સ્કૂલના કવિર મહેતા અંડર-ટેન ટાઈટલ વિજેતા બન્યો હતો. ધ બ્લોસમ્સ એસટી ઈંગ્લિશ હાઈ સ્કૂલના હર્ષિત માહિમકર અને રોઝ મેનોર ઈન્ટરનેશનલ સ્કૂલના કેતકી થિટે અંડર-૧૪માં જીત્યા હતા. રાયન ઈન્ટરનેશનલ સ્કૂલના નિર્મિતી ગજબાયે અને વિબગ્યોર રાઈઝના આર્યન તલવાર અંડર-૧૬ વિજેતા બન્યા હતા.