Homeટોપ ન્યૂઝઈક્વિટી માર્કેટમાં કડાકા અને ડૉલર મજબૂત થતાં રૂપિયો સાત પૈસા નરમ

ઈક્વિટી માર્કેટમાં કડાકા અને ડૉલર મજબૂત થતાં રૂપિયો સાત પૈસા નરમ

[ad_1]





(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બોલાયેલા કડાકા તેમ જ વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં મજબૂત વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસાના ઘટાડા સાથે ૭૯.૭૮ના મથાળે બંધ રહ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૭૧ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૮૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૮૫ અને ઉપરમાં ૭૯.૭૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી સાત પૈસાના ઘટાડા સાથે ૭૯.૭૮ની સપાટીએ બંધ રહ્યો હતો.
આગામી વર્ષ ૨૦૨૩માં અમુક દેશો આર્થિક મંદીની ગર્તામાં સરી જવા અંગે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રવક્તા ગેરી રાઈસે ચિંતા વ્યક્ત કરતાં આજે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું બીએનપી પારિબાસના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૭૯થી ૮૦.૫૦ આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૯ ટકા વધીને ૧૧૦.૦૫ આસપાસ તેમ જ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨૪ ટકા વધીને બેરલદીઠ ૯૧.૦૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાંં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૦૯૩.૨૨ અને ૩૪૬.૫૫ પૉઈન્ટનો ઘટાડો તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૨૭૦.૬૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલને કારણે રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.



Post Views:
27




[ad_2]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -