Homeદેશ વિદેશઆ દેશે ભારતનું અપમાન કર્યુ, દેશની અર્થવ્યવસ્થા સાપ દ્વારા બતાવી

આ દેશે ભારતનું અપમાન કર્યુ, દેશની અર્થવ્યવસ્થા સાપ દ્વારા બતાવી

[ad_1]

દુનિયા જ્યારે મંદીના મારમાં સપડાયેલી છે તેવા સમયે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ઘણી સારી છે અને દુનિયાભરમાં તેની ચર્ચા પણ થાય છે. ભારત બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની ગયું છે. આ દરમિયાન સ્પેનિશ અખબારોએ પણ ભારતની અર્થવ્યવસ્થાના વખાણ કર્યા છે. સ્પેને ભારતની વધતી અર્થવ્યવસ્થાની તસવીર સાપની સામે બિન વગાડતા સપેરાની તસ્વીર દ્વારા દર્શાવી છે જેણે કારણે હંગામો મચી ગયો છે અને ભારતીયો આ તસ્વીરનો વિરોધ કરી રહ્યા છે.
લોકો લેખનો વિરોધ નથી કરી રહ્યા પરંતુ એ લેખમાં દર્શાવવામાં આવેલા ગ્રાફનો વિરોધ કરી રહ્યા છે આ ગ્રાફમાં એક મદારીનું ચિત્ર મૂકવામાં આવ્યું છે, જેને કારણે હંગામા મચ્યો છે અને લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
ઝીરોધા ના સ્થાપક અને સીઈઓ નીતિન કામથે સ્પેનિશ અખબારના આલેખને તે તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને લખ્યું છે કે એ ખૂબ જ સારી વાત છે કે આખી દુનિયા આજે ભારતની અર્થવ્યવસ્થા પર ધ્યાન આપી રહી છે પરંતુ આ ગ્રાફમાં જે રીતે મદારીને દર્શાવવામાં આવ્યો છે તે એક પ્રકારનું અપમાન છે તેને રોકવા માટે શું કરવું પડશે કદાચ વૈશ્વિક ભારતીય ઉત્પાદન બંધ કરવું પડશે?

તે જ સમયે પ્રખ્યાત લેખક રજત શેઠીએ ટ્વિટ કર્યું છે કે જ્યારે આખું વિશ્વ ભારતીય અર્થતંત્રની કુશળતા પર ધ્યાન આપી રહ્યું છે ત્યારે ભારતીય સપેરાનો ભેદભાવપૂર્ણ ચિત્રણ વિદેશમાં ચાલી રહ્યું છે.

ભાજપના સાંસદ પીસી મોહને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભારતની મજબૂત અર્થવ્યવસ્થાને વૈશ્વિક ઓળખ મળી રહી છે પરંતુ આઝાદીના દાયકાઓ પછી પણ ભારતનું ચિત્ર કોઈ સાપ અને સપેરા દ્વારા દેખાડવું એ મુર્ખતા છે. વિદેશી વિચારસરણી બદલવી એ બહુ મુશ્કેલ કામ છે.



[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -