Homeસ્પેશિયલ ફિચર્સઆમ આદમીને મળશે રાહત! હવે આવશ્યક દવાઓ થશે સસ્તી, NLEM એ સામેલ...

આમ આદમીને મળશે રાહત! હવે આવશ્યક દવાઓ થશે સસ્તી, NLEM એ સામેલ કરી 34 દવાઓ

[ad_1]





આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિમાં 34 દવાઓને ઉમેરવામાં આવી છે, જે આમ આદમીને સસ્તા દરે ઉપલબ્ધ થશે. તેમાં એન્ટિ ડાયાબિટીઝ દવા ઈન્યુલિન ગ્લાર્ગિન, એન્ટિ ટીબી ડેલામૈનિડ, આઈવરમેક્ટિન અને એન્ટિપેરાસાઈટ જેવી દવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર National List of Essential Listમાં 384 દવા સામેલ કરવામાં આવી છે. આ લિસ્ટમાં 34 નવી દવાઓ ઉમેરવામાં આવી છે અને 26 દવાને લિસ્ટમાંથી કાઢી નાંખવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે, આ યાદીમાં કઇ દવાનો સમાવેશ કરવો તેનો નિર્ણય સ્વતંત્ર સમિતિ કરે છે. 350 એક્સપર્ટ અને 140 બાર કન્સલ્ટેશન કરાયા બાદ આ યાદી તૈયાર થઇ છે. આ યાદીમાં જે દવાઓ છે તે સુરક્ષા, અફોર્ડેબિલિટી (વાજબી) અને એક્સસિબિલિટી (ઉપલબ્ધતા) પર આધારિત હોય છે.

NLEMમાં દવાઓ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી તરફથી નિર્ધારિત દરથી ઓછી કિંમતમાં વેચવામાં આવે છે. પહેલી વાર NLEMની રચના 1996માં કરવામાં આવી હતી. તેને 2003, 2011 અને 2015માં ફેરફાર કરવામાં આવ્યા હતાં અને હવે આ પાંચમી વાર લિસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે 34 દવાઓને યાદીમાં ઉમેરવામાં આવી છે તેના ભાવ કંપની વધારી શકશે નહીં, જેથી આમ આદમીને ફાયદો થશે.
Nicotine Replacement Therapy પણ આ લિસ્ટમાં જોડવામાં આવી છે. એટલે કે સિગારેટ છોડવા માટેની દવાનો સમાવેશ પણ આ લિસ્ટમાં કરવામાં આવ્યો છે. કિડા મારવાની દવા Ivermectin, એન્ટિબાયોટિક Erethromycin જેવી દવાઓને પણ યાદીમાં જોડવામાં આવી છે.
નોન શેડ્યુલ્ડ ડ્રગ્સ માટે કંપનીઓ દર વર્ષે દવાની કિંમતમાં 10 ટકા જેટલો વધારો કરી શકે છે. હાલમાં 376 દવાઓના દર નિયંત્રણમાં છે.



Post Views:
188






[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -