Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૧૦-૫-૨૦૨૩,
શ્રી ભુવનેશ્ર્વરી માતાનો પાટોત્સવ (ગોંડલ)
ભારતીય દિનાંક ૨૦, માહે વૈશાખ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, વૈશાખ વદ-૫
જૈન વીર સંવત ૨૫૪૯, માહે વૈશાખ, તિથિ વદ-૫
પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૦મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
નક્ષત્ર પૂર્વાષાઢા સાંજે ક. ૧૬-૧૧ સુધી, પછી ઉત્તરાષાઢા.
ચંદ્ર ધનુમાં રાત્રે ક. ૨૧-૪૭ સુધી, પછી મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૧ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૧, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: બપોરે ક. ૧૫-૨૯, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૧૦ (તા. ૧૧)
ઓટ: સવારે ક. ૦૮-૧૭, રાત્રે ક. ૨૧-૩૨
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, “આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – પંચમી. શ્રી ભુવનેશ્ર્વરી માતાનો પાટોત્સવ (ગોંડલ), મંગળ કર્કમાં રાત્રે ક. ૧૩-૪૬.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, ઉપનયન, ખાત મુહૂર્ત. પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, માલ વેંચવો, મિલકત લેવડદેવડના કામકાજ, ધાન્ય ઘરે લાવવું, ખેતીવાડી, પશુ લે-વેંચ, આમળાના ઔષધીય પ્રયોગો, હિંમતપૂર્વક નિર્ણયોનો અમલ કરવો, જૂનું દેવું ચૂકતે કરવું, નાણાંના હિસાબ-કિતાબ પૂરા કરવા, નબળાને, હતાશ થયેલાને હિંમત આપવી, ઉપયોગી થવું, અધ્યાત્મશક્તિ શારીરિક શક્તિ, જ્ઞાનની પ્રાપ્તિ ઈત્યાદિમાં પ્રવૃત્ત રહેવું. વન્ય પ્રદેશ, કુદરતી સૌન્દર્યયુક્ત સ્થળો, પહાડો, નદીઓની મુલાકાત લેવી, રચનાત્મક કાર્યો, જળયાત્રા, તળાવ, સરોવર, સમુદ્રની મુલાકાત, કળાને લગતા કામકાજ, પ્રાચીન સ્થળો, વતન, પોતાની જૂની બંધ પડેલ જગ્યા ઈત્યાદિની મુલાકાત અને કામકાજ, મંગળના અભ્યાસ મુજબ સર્વધાન્ય તથા ગોળ, ખાંડ, સાકર, ઘી, તેલ, ઈત્યાદિ રસકસ, રૂ, સરસવ, અળસી, એરંડિયું તથા અનાજમાં તેજી આવે, ચાંદીમાં ઘટવધ થાય.
આચમન: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ કર્મંઠ સ્વભાવ. ચંદ્ર-મંગળ પ્રતિયુતિ સતત ઉદ્યમી પ્રકૃતિ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ અકારણ નાણાંખર્ચ થાય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ (તા. ૧૧)
ગ્રહ ગોચર: સૂર્ય-મેષ, મંગળ-મિથુન/કર્ક, વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -